Not Set/ રાજકોટ:અસામાજિક તત્વોનો આતંક,૨ કાર,૭ રીક્ષાના કાચ ફોડ્યા,૫ જેટલા લોકોને પહોંચાડી ઇજા

રાજકોટ, રાજકોટમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો અને એક વૃદ્ઘ પર હુમલો કર્યો હતો. જેથી આ વૃદ્ઘની હાલત અતિગંભીર હોવાના કારણે તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના છે લક્ષ્મીનગર શેરી નંબર 1ની જ્યાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવી કાઢ્યો હતો. આ અસામાજિક તત્વોએ રાત્રિના 1 વાગ્યાની આસપાસ 2 મોટર કાર […]

Gujarat Rajkot Videos
mantavya 18 રાજકોટ:અસામાજિક તત્વોનો આતંક,૨ કાર,૭ રીક્ષાના કાચ ફોડ્યા,૫ જેટલા લોકોને પહોંચાડી ઇજા

રાજકોટ,

રાજકોટમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો અને એક વૃદ્ઘ પર હુમલો કર્યો હતો. જેથી આ વૃદ્ઘની હાલત અતિગંભીર હોવાના કારણે તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના છે લક્ષ્મીનગર શેરી નંબર 1ની જ્યાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવી કાઢ્યો હતો.

આ અસામાજિક તત્વોએ રાત્રિના 1 વાગ્યાની આસપાસ 2 મોટર કાર અને 7 રિક્ષાના કાચની તોડફોડ કરી હતી. સાથે જ એક મજૂર પરિવાર સાથે માથાકૂટ કરીને મારામારી પણ કરી હતી. આ મારામારીમાં 5 લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી.

જ્યારે એક વૃદ્ઘને ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે આ અસામાજિક તત્વો ઘાતક હથિયારો લઇને આવ્યા હતા અને પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો હતો.