transfer/ ગુજરાતમાં 7 ચીફ ઓફિસરની કરવામાં આવી બદલી, 6 IFS અધિકારીઓને બઢતી

ગુજરાતમાં હાલ બદલી અને બઢતીનો દાેર યથાવત જોવા મળી રહ્યો છે, હવે રાજયના સાત ચીફ ઓફિસરની બદલી કરી દેવામાં આવી છે,

Top Stories Gujarat
10 3 ગુજરાતમાં 7 ચીફ ઓફિસરની કરવામાં આવી બદલી, 6 IFS અધિકારીઓને બઢતી
  • રાજ્યમાં બદલી અને બઢતીનો દોર યથાવત
  • રાજ્યના 7 ચીફ ઓફિસરોની બદલી
  • શહેરી વિકાસ વિભાગે ચીફ ઓફીસરોની કરી બદલી
  • 6 IFS અધિકારીઓને બઢતી સાથે બદલી

ગુજરાતમાં હાલ બદલી અને બઢતીનો દાેર યથાવત જોવા મળી રહ્યો છે, હવે રાજયના સાત ચીફ ઓફિસરની બદલી કરી દેવામાં આવી છે,શહેરી વિકાસ વિભાગે ચીફ ઓફિસરની બદલીના આદેશ આપ્યા છે. આ ઉપરાંત 6 IFS અધિકારીઓની બઢતી સાથે બદલીના આદેશ આપવામાં આ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ એક સાથે  આઇએએસની બદલી કરવામાં આવી હતી.

 

11 2 10 ગુજરાતમાં 7 ચીફ ઓફિસરની કરવામાં આવી બદલી, 6 IFS અધિકારીઓને બઢતી

નોંધનીય છે કે    દશરથસિંહ એન ગોહિલને ભરૂચથી બદલી કરી વલસાડમાં નિયુકત કરાયા છે. જ્યારે સંજય એચ પટેલને સિધ્ધપુરથી બદલી ચાણસ્મા કરાઈ છે.  સાવનકુમાર સી રતાણીને કપડવંજથી ખેડબ્રહ્મા મુકાયા છે. કૈલાશબેન પ્રજાપતિને RCM રાજકોટથી કપડવંજ મુકવામાં આવ્યા છે. મનોજ આર સોલંકીને પોરબંદર-છાયાથી કલોલ ખાતે બદલી કરાઈ છે જ્યારે વિજય એન પરીખને કલોલથી ડે. ડાયરેક્ટર,જીએમએફબી ખાતે બદલી કરાઈ છે. શહેરી વિકાસ વિભાગે ચીફ ઓફીસરોને બદલી આદેશ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે છ જેટલા આઈએફએસ અધિકારીએે બદલી સાથે બઢતી પણ કરાઈ છે. જેમાં ડૉ. સંદીપ કુમાર IFS  રાજકોટ ખાતેથી બઢતી સાથે કેવડિયા બદલી કરાઈ છે. પ્રદીપ સિંહ, IFS તેમજ ડૉ કે શશીકુમાર તેમજ શ્રી આર સેંથિલકુમારન, ડો ટી કરુપ્પાસામી અને પુરુષોત્તમાની પણ બઢતી સાથે બદલી કરાઈ છે