- CM ભુપેન્દ્ર પટેલનો બોપલ ઘુમા રોડ ખાતે રોડ શો
- વકીલ સાહેબ બ્રીજથી ભવ્ય રોડ શો
- આબાદ નગર હનુમાનજી મંદિર, નંદન પાર્કમાં રોડ શો
- ઘુમા ,અને સાઉથ બોપલ સનસીટી સુધી ભવ્ય રોડ શો
- આમલી ગામે આ રેલી સમાપ્ત થશે
- બોપલ ધુમા વિસ્તારની જનતાનું અભિવાદન ઝીલ્યું
CM ભૂપેન્દ્ર પટેલ નો ભવ્ય રોડ શો ચાલી રહ્યો છે.ગુજરાત વિધાનસભાને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે તમામ રાજકિય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઇ છે. ભાજપે આ ચૂંટણી જીતવા માટે કમરસકી છે, પ્રચાર માધ્યમ તેજ થઇ ગયો છે. હાલ રાજ્યમાં ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રચાર અર્થે રાજયમાં આવી રહ્યા છે.આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવ્ય રોડ શો યોજાયો છે,ભારે જનમેદની વચ્ચે આ રોડ શો યોજાયો છે. મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે સીએ પણ શક્તિ પ્રદર્શનમાં લાગી ગયા છે. શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુભાષ ચોકથી બોડકદેવ સુધી રોડ શો યોજ્યો હતો. જેમાં પણ મોટી સંખ્યામાં લોકોનાં ટોળેટોળા ઉમટ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદનાં બોપલ વિસ્તારમાં ભવ્ય રોડ શો કર્યો હતો. રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા છે. રોડ શોથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું શક્તિ પ્રદર્શન કર્યું હતુ. વકીલ સાહેબ બ્રિજથી શરૂ થયેલો રોડ શોથી ઘાટલોડિયા વિધાનસભાના બોપલ-ઘુમાના મતદારો સુધી મુખ્યમંત્રી પહોંચી રહ્યા છે.વકીલ સાહેબ બ્રિજથી આ રોડ શો આબાદ નગર, નંદન પાર્ક, ઉમિયા માતા મંદિર, કબીર એન્કલેવ, ઘુમા આરોહી ક્લબ થઈ સાઉથ બોપલ સનસીટી સુધી પહોંચી આંબલી ગામ ખાતે પૂર્ણ થશે.
ઉલ્લેખનીય છે કે હવે ચૂંટણીને ગણતરીના દિવોસ જ બાકિ રહ્યા છે,બે તબક્કામાં રાજ્યની ચૂંટણી યોજાવવાની છે. પહેલી અને પાંચમી ડિસેમ્બરે મતદાન યોજાશે. ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.
