Surat News: સુરતમાં રોગચાળામાં વધુ એક માસૂમનું મોત થયું છે. બે વર્ષનો માસૂમ બાળક ન્યૂમોનિયા સામેનો જંગ હારી ગયો છે. બાળકને 14 જાન્યુઆરીના રોજ નવી સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માસૂમ બાળકના નિધનથી કુટુંબ શોકમાં ગરકાવ થઈ ગયું છે.
નવી સિવિલમાં સારવાર દરમિયાન બાળક રોગ સામે હારી ગયો હતો. બાળકનું કુટુંબ સુરતમાં ઉના પાટીયા સ્થિત ભીંડી બજારનું રહેવાસી છે. બાળકના મોતના પગલે કુટુંબમાં શોકનું વાતાવરણ છે. તાજેતરના સમયમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને વાતાવરણ વાદળછાયુ રહેવાના પગલે તેની સાથે-સાથે ઠાર પણ રહે છે. આમ ભેજ અને ઠંડી બંને હોવાના લીધે સુરતમાં રોગચાળો વધ્યો છે. તેમા પણ ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં પણ બીમાર પડવાનું પ્રમાણ પણ વધ્યું છે.
આના કારણે શહેરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોથી લઈને સરકારી દવાખાના, ખાનગી દવાખાના અને પ્રાઇવેટ હોસ્પિટલોથી લઈ સરકારી હોસ્પિટલો બધે જ ભીડ જોવા મળી રહી છે. આમ વાતાવરણમાં પલ્ટો આવતા શરદી, તાવ, ઉધરસના કેસોમાં વધારો થયો છે. તેના કારણે રોગચાળો પણ વધ્યો છે.
આ પણ વાંચો: સુરતમાં પાણી-મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો, ચારનાં મોત
આ પણ વાંચો: સુરતમાં વરસાદ બાદ રોગચાળો વકર્યો, લેપ્ટોસ્પાઈરોસિસના બે કેસ નોંધાતા તંત્ર હરકતમાં
આ પણ વાંચો: સુરતમાં આરોગ્ય વિભાગ રોગચાળો ફાટી નીકળતો અટકાવવા એક્શનમાં
