Surat News: સુરતમાં વરસાદે વિદાય લીધા પછી પાણી-મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. વરસાદની વિદાય પછી સુરતમાં રોગચાળો વકર્યો છે. આ રોગચાળામાં ચાર વ્યક્તિના મોત નોંધાયા છે. બીજી બાજુએ રોગચાળો વકર્યો હોવા છતાં પણ શહેરનું આરોગ્ય વિભાગ દિવાળીની રજાના મૂડમાં છે.
સરકારી હોસ્પિટલ દર્દીઓના લીધે ઉભરાતા તબીબો ચિંતિત થઈ ઉઠ્યા છે. તાવ આવ્યા પછી વરાછામાં યુવતી, અમરોલીમાં યુવાન, ચોકબજારમાં આધેડ અને પાંડેસરાના વૃદ્ધનું ઝાડાઉલ્ટી પછી મોત થયું હતું. એકબાજુએ રોગચાળો વકરી રહ્યો છે ત્યારે બીજી બાજુ મનપાનું આરોગ્ય તંત્ર હજી પણ દિવાળીની રજાના મૂડમાં છે.
સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતા તબીબો ચિંતિત થઈ ઉઠ્યા છે. તબીબોનું કહેવું છે કે જો આરોગ્ય તંત્ર સાવધાની નહીં રાખે તો રોગચાળાના લીધે મૃત્યુઆંક વધી શકે છે. વધુને વધુ લોકો રોગચાળાની ઝપેટમાં આવી શકે છે. તેની સાથે શહેરનો આરોગ્ય ઇન્ડેક્સ પણ નીચે આવી શકે છે.
આ પણ વાંચો: સુરતમાં રોગચાળો વકર્યો, બાળક સહિત ત્રણનાં મોત
આ પણ વાંચો: સુરતમાં રોગચાળો વકરતાં ચાર વર્ષની બાળકીનું મોત
આ પણ વાંચો: સુરતમાં રોગચાળો વકર્યો, SMCએ મૃત્યુઆંકને લઈ કરી સ્પષ્ટતા