Patan News: જિલ્લાના સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામે યોજાયેલા યશોત્સવ સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ (શંકર ચૌધરી) Shankar Chaudharyએ ઉણ ગામમાં બનેલી ઘટનાને લઈ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે સમાજ અને ખાસ કરીને યુવાનોને સંબોધતા ટોળાશાહી સામે સાવચેતી રાખવાની અપીલ કરી હતી.
“જોયા જાણ્યા વગર ટોળામાં જોડાવું મૂર્ખતા”: Shankar Chaudhary
જાહેર મંચ પરથી તેમણે જણાવ્યું કે, “જોયા જાણ્યા વગર ટોળાનો ભાગ બનવું એ મૂર્ખતા છે. સોશિયલ મીડિયામાં એક વ્યક્તિ વીડિયો મૂકે અને તેના આધારે લોકો ટોળામાં જોડાઈ જાય, તે યોગ્ય નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે, જે લોકોએ સમાજ માટે બલિદાન આપ્યું નથી, તેવા લોકો સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને વાતાવરણ બગાડે છે અને લોકો તેના પાછળ દોડે છે.
યુવાનોને ચેતવણી: ભવિષ્ય બગડી શકે
શંકર ચૌધરી (Shankar Chaudhary)એ ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને સંદેશ આપતા કહ્યું કે, “આવેશમાં આવીને ટોળાનો ભાગ બનશો તો એક પોલીસ કેસ પણ તમારું ભવિષ્ય બગાડી શકે છે.” તેમણે સમજાવ્યું કે, ટોળામાં જોડાઈને કોઈને નુકસાન પહોંચાડવું શૂરવીરતા નથી, પરંતુ સમજદારી અને સંઘર્ષથી પ્રાપ્ત પરિણામ જ સાચી વીરતા છે.
સોશિયલ મીડિયાની અસર પર ટકોર
તેમણે (Shankar Chaudhary) જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર મૂકાતા વીડિયો અને મેસેજોના કારણે વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકે છે અને તેઓ વિચાર્યા વગર ટોળાનો ભાગ બની જાય છે. “ઘણા યુવાનોને ખબર પણ નથી હોતી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે અને કેમ જઈ રહ્યા છે,” એમ તેમણે કહ્યું.
ઉણ ગામની ઘટનાનો પૃષ્ઠભૂમિ
ઉણ ગામમાં ચૌધરી અને રબારી સમાજ વચ્ચેનો વિવાદ પ્રેમલગ્નના મુદ્દે ઉગ્ર બન્યો હતો. એક તરફ રબારી સમાજની દીકરી કિંજલ રબારી અને બીજી તરફ ચૌધરી સમાજની દીકરી કંકુ ચૌધરીના મામલાઓ બાદ બંને સમાજ વચ્ચે તણાવ વધ્યો હતો. આ બાદ સંમેલન યોજાયા અને ઉણ ગામ ખાતે બંને સમાજ સામસામે આવી જતા પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી.

તોડફોડ અને પોલીસ કાર્યવાહી
ઘટનાક્રમ દરમિયાન ઉણ ગામમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી. ગાડીઓમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને હજારોની સંખ્યામાં ટોળું એકત્ર થયું હતું. પોલીસે આ મામલે કાર્યવાહી કરતાં 62 લોકોની અટકાયત કરી હતી.
આ પણ વાંચો:વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડનું રાજીનામું, અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપ્યું
આ પણ વાંચો:વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ના જન્મદિન નિમિત્તે રખિયાલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
આ પણ વાંચો:કેબિનેટમાં ઉત્તર ગુજરાતમાં શંકર ચૌધરી અને ઋષિકેશ પટેલ બંનેનો સમાવેશ સુનિશ્ચિત
