Gandhinagar News: ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદે રહેલા જેઠા ભરવાડે પોતાના પદેથી રાજીનામું(resigns) આપ્યું છે. તેમણે પોતાનું રાજીનામું(resigns) વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રવકતા મંત્રી જીતુભાઈ વાઘાણી એ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે કામની વ્યસ્તતા અને વિવિધ જવાબદારીઓના કારણે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું(resigns) આપ્યું છે. આજે ગાંધીનગર ખાતે તેમણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને તેમના નિવાસ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં રાજીનામું સોપ્યું હતું. આ રાજીનામાનો વિધાનસભાના અધ્યક્ષએ સ્વીકાર કર્યો હતો.

પ્રવકતા મંત્રીએ વધુમાં કહ્યું કે,જેઠાભાઈ આહીર અમારા સંનિષ્ઠ સહકારી આગેવાન છે અને તેઓ પંચમહાલ ડેરી, નાફેડ સહિત અન્ય સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. જેથી કામના ભારણ અને વ્યસ્તતાના લીધે અગાઉ ઘણી વખત પક્ષમાં રજૂઆત કરી હતી. આથી પક્ષ દ્વારા તેમની રજૂઆતને ગ્રાહ્ય રાખીને રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. જેઠાભાઈએ આજે રાજીખુશીથી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સ્વેચ્છાએ આ રાજીનામુ આપ્યું છે. તેઓસહકારી આગેવાન સાથે હાલ ધારાસભ્ય પણ છે એટલે એ જવાબદારી સુપેરે નિભાવશે. આ ઉપરાંત જેઠાભાઈનું માર્ગદર્શન પક્ષમાં, જાહેર જીવનમાં અને સહકારી ક્ષેત્રે આગેવાન તરીકે જ્યારે જરૂર પડે ત્યારે સદૈવ મળતું રહેશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

રાજીનામાંથી (resigns)વિધાનસભા સચિવાલયમાં હલચલ
જેઠા ભરવાડના રાજીનામાની માહિતી બહાર આવતા જ વિધાનસભા સચિવાલય અને રાજકીય મંડળોમાં હલચલ જોવા મળી હતી. ઉપાધ્યક્ષ જેવા મહત્વપૂર્ણ પદ પરથી રાજીનામું (resigns)આપવાનું કારણ શું છે તે અંગે અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. હાલ સુધી રાજીનામાના સ્પષ્ટ કારણો જાહેર કરવામાં આવ્યા નથી.
જેઠા ભરવાડ સહકારી ક્ષેત્રમાં લાંબો અનુભવ
જેઠા ભરવાડ સહકારી ક્ષેત્રમાં જાણીતા ચહેરા છે. તેઓ અનેક સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે અને વર્ષોથી સહકારી પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવી છે. તેમના અનુભવને કારણે તેમને વિધાનસભામાં ઉપાધ્યક્ષ તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.

રાજકીય કારકિર્દી સંક્ષિપ્ત ઝલક
જેઠા ભરવાડની રાજકીય કારકિર્દી લાંબા સમયથી ચાલી આવી છે. તેઓ જનસેવામાં વિશ્વાસ ધરાવતા નેતા તરીકે ઓળખાય છે. ધારાસભ્ય તરીકે પણ તેમણે પોતાના વિસ્તારમાં વિવિધ વિકાસકામો કર્યા હોવાનું માનવામાં આવે છે. ઉપાધ્યક્ષ તરીકે તેમણે વિધાનસભાની કાર્યવાહી દરમિયાન શિસ્ત અને નિયમન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
અધ્યક્ષને સોંપ્યું રાજીનામું
પ્રાપ્ત માહિતી મુજબ, જેઠા ભરવાડે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને જાતે મળીને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે કે નહીં તે અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. નિયમ અનુસાર અધ્યક્ષ દ્વારા રાજીનામું સ્વીકાર્યા બાદ જ તે અમલમાં આવે છે.
આ પણ વાંચો:રાજ્યસભાની બેઠક માટે જીતન રામ માંઝીની ખુલ્લી ધમકી,બેઠક નહીં મળે, તો NDAમાંથી રાજીનામું આપી દઇશ
આ પણ વાંચો:11 ગામોના ખેડૂતોનો HUDA વિરોધ: 7 હજાર કાર્યકર્તાઓ રાજીનામું આપશે
આ પણ વાંચો:પાકના નુકસાન માટે જાહેર કરાયેલા રાહત પેકેજથી નારાજ ભાજપના નેતાનું રાજીનામું
