Ahmedabad News/ અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 15 નવી સ્માર્ટ અનુપમ શાળાઓનું લોકાર્પણ થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા સંચાલિત સ્કૂલ બોર્ડના નવા ભવનનું લોકાર્પણ. 15 સ્માર્ટ અનુપમ શાળાઓ (Smart Schools Inauguration) માટે ₹16.11 કરોડ ખર્ચ, 1.70 લાખ વિદ્યાર્થીઓને લાભ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Smart Schools Inauguration

Ahmedabad News:ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (સ્કૂલ બોર્ડ)ના નવનિર્મિત મુખ્યાલય ભવનનું લોકાર્પણ કરશે. આ સાથે જ તેઓ 15 નવી સ્માર્ટ અનુપમ શાળાઓ (Smart Schools Inauguration)નું પણ લોકાર્પણ કરશે, જેના માટે કુલ ₹16.11 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ શતાબ્દી શિક્ષા મહોત્સવ અંતર્ગત આયોજિત છે અને તેમાં શિક્ષણ ક્ષેત્રે થયેલા વિકાસને લઈને વિશેષ ઉજવણી કરવામાં આવશે.

આ નવા સ્કૂલ બોર્ડ ભવનમાં ₹10.61 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.આ આધુનિક ભવન 4 માળનું છે, જેમાં એક જ ભવનમાં 18થી વધુ વિભાગોની વ્યવસ્થા કરવામાં આવી છે.જેનાથી અગાઉ 3 અલગ-અલગ ઓફિસમાં વહેંચાયેલા વિભાગો હવે એક જ જગ્યાએ આવી ગયા છે.આ ભવનનું લોકાર્પણ થતાં અમદાવાદના 1.70 લાખ વિદ્યાર્થીઓ, 5,000 શિક્ષકો અને 6,500 પેન્શનરોને સીધો લાભ મળશે.15 નવી સ્માર્ટ અનુપમ શાળાઓ (Smart Schools Inauguration)માં કુલ ₹16.11 કરોડનોખર્ચ થયો છે.અને વધુ 39 શાળાઓમાં સ્માર્ટ અનુપમ શાળા બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જે આવનારા સમયમાં પૂર્ણ થશે.

સ્માર્ટ શાળાઓ (Smart Schools Inauguration)માં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થશે

આ પહેલ અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાની 80%થી વધુ શાળાઓ હવે આધુનિક સુવિધાઓથી સજ્જ બની ગઈ છે. આ સ્માર્ટ શાળાઓ (Smart Schools Inauguration)માં ડિજિટલ ક્લાસરૂમ, સ્માર્ટ બોર્ડ, કમ્પ્યુટર લેબ, STEM લેબ અને અન્ય અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થશે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) સાથે સુસંગત છે.કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 100 શાળાઓને ‘શતાબ્દી શાળા’ પુરસ્કાર સાથે રૂ. 1 લાખની રોકડ રકમ અને 100 શિક્ષકોને ‘સદીનાં સિતારા’ પુરસ્કારનું વિતરણ કરવામાં આવશે.

આ પુરસ્કારો શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ આપવામાં આવશે, જે શિક્ષકો અને શાળાઓને વધુ પ્રોત્સાહન આપશે.કાર્યક્રમમાં મુખ્યમંત્રી દ્વારા 9 મીની ઇલેક્ટ્રિક બસોનું પણ લોકાર્પણ કરવામાં આવશે, જે AMTS કાફલામાં ઉમેરાશે અને વિદ્યાર્થીઓના પરિવહનને વધુ સરળ બનાવશે.


આ પણ વાંચો:ભારત-યુ.એસ. ટ્રેડ ડીલ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા

આ પણ વાંચો:દ્વારકાધીશના શરણે CM ભૂપેન્દ્ર પટેલ, જગતમંદિરમાં પાદુકા પૂજન કરી આશીર્વાદ મેળવ્યા

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-મહેસાણા હાઇવે 8-લેન કરવા મંજૂરી આપી, ઉત્તર ગુજરાતના ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ