criticism/ RSSએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તિરંગો ન મૂકતા થઇ રહી છે કડી આલોચના,સંઘે આપી પ્રતિક્રિયા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ભારતીય ત્રિરંગો પ્રદર્શિત ન કરવા બદલ ટીકાઓનો સામનો કરી રહ્યું છે.

Top Stories India

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ભારતીય ત્રિરંગો પ્રદર્શિત ન કરવા બદલ ટીકાઓનો સામનો કરી રહ્યું છે. હકીકતમાં, વડા પ્રધાન મોદીએ રવિવારે તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ એક જન આંદોલનમાં ફેરવાઈ રહ્યો છે અને તેમણે 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે લોકોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ‘પ્રોફાઈલ’ પર તિરંગો લગાવવા માટે વિનતી કરી હતી.ત્યારબાદ ઘણા લોકોએ તેમની પ્રોફાઇલ ડીપી બદલી છે. જો કે આ અંગે સોશિયલ મીડિયા પર લોકો આરએસએસની ટીકા કરી રહ્યા છે. હવે આ મામલે આરએસએસે બુધવારે ટીકાનો જવાબ આપ્યો હતો. આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેડકરે કહ્યું, “આવી બાબતોનું રાજનીતિકરણ ન થવું જોઈએ. આરએસએસ પહેલાથી જ ‘હર ઘર તિરંગા’ અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ જેવા કાર્યક્રમોને સમર્થન આપી ચૂક્યું છે. જુલાઈમાં સંઘે સરકારી અને ખાનગી સંસ્થાઓ અને સંઘ સાથે જોડાયેલા સંગઠનો દ્વારા આયોજિત કાર્યક્રમોમાં લોકો અને સ્વયંસેવકોને સંપૂર્ણ સમર્થન અને સહભાગિતા માટે અપીલ કરી હતી.

આંબેડકરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ છતાં RSSની વેબસાઈટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તિરંગાની તસવીર ન મૂકવા બદલ સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટીકા વિશે પૂછવામાં આવ્યું હતું, જેનો તેમણે જવાબ આપ્યો હતો. આંબેડકરે કહ્યું કે આવી બાબતો અને કાર્યક્રમોને રાજકારણથી દૂર રાખવા જોઈએ. તેમણે કહ્યું કે આવી બાબતોમાં રાજનીતિ ન કરવી જોઈએ. કોઈનું નામ લીધા વિના આંબેડકરે આરોપ લગાવ્યો કે જે પક્ષ આ પ્રકારના પ્રશ્નો ઉઠાવી રહ્યો છે તે દેશના ભાગલા માટે જવાબદાર છે.