Mehsana Family Trapped in Libya News : યુરોપ જવા નીકળેલા મહેસાણાના બદલપુરા (મેઉ) ગામના પરિવાર (Family) માટે વિદેશ જવાનો સફર દુઃસ્વપ્ન સાબિત થયો હતો. દુબઈથી પોર્ટુગલ જવા નીકળેલા આ પરિવારને એજન્ટોએ છેતરપિંડી કરીને લીબિયા (Libya) ઉતારી દીધો, જ્યાં દંપતી અને તેમની ત્રણ વર્ષની બાળકીને બંધક બનાવવામાં આવ્યા હતા.
અપહરણકારોએ 2 કરોડની ખંડણી માગી
લીબિયા (Libya)માં અપહરણકારોએ પરિવાર પાસે શરૂઆતમાં 2 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. વીડિયો કોલ મારફતે પરિવાર (Family)ને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. યુરોપમાં રહેતા પરિવારના ભાઈએ અપહરણકારો સાથે બાર્ગેનિંગ કરી ઓનલાઈન રકમ ચૂકવી, જેના બાદ પરિવારનો છૂટકારો થયો હતો.
પરિવાર (Family) હેમખેમ ઘરે પરત ફર્યો
અપહરણકારોએ કુલ 54 હજાર ડોલરની ખંડણી માગી હતી, જ્યારે દુબઈ સ્થિત એજન્ટોએ પણ એક કરોડ રૂપિયાની માંગ કરી હતી. અંતે પરિવારના સ્વજનો દ્વારા રકમ ચૂકવતા પરિવારને મુક્ત કરવામાં આવ્યો અને હવે તેઓ હેમખેમ ભારત પરત ફર્યા છે.
એજન્ટો સામે ફરિયાદ નોંધાવશે.
પરિવારજનોએ જણાવ્યું છે કે તેઓ હવે આ સમગ્ર મામલે કબૂતરબાજ એજન્ટો સામે પોલીસ ફરિયાદ નોંધાવશે. આ મામલે મહેસાણા પોલીસ પણ પરિવારની પૂછપરછ કરી શકે છે.
આ ઘટના ફરી એકવાર ગુજરાતમાં વિદેશ જવાની લાલચમાં લોકો સાથે થતી છેતરપિંડી અને માનવ તસ્કરીના ગંભીર મુદ્દાને ઉજાગર કરે છે.
આ પણ વાંચો:મહેસાણાના પરિવારનું લીબિયામાં અપહરણ કરી બે કરોડની ખંડણી માંગી, પત્ની-દિકરીને અલગ રાખ્યા
આ પણ વાંચો: મહેસાણામાં બીજી વાર ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું
આ પણ વાંચો: મહેસાણાના ઊંઝા ઓવરબ્રિજ અકસ્માતનો કેસ નીકળ્યો ખૂન કેસ
