Mehsana News : મહેસાણાના એક પરિવારને યુરોપમાં ઠરીઠામ થવાનું સપનું ભારે પડ્યું હતું. જેમાં એજન્ટોએ મહેસાણાના બાદલપુર ગામના પરિવારને છેતરપિંડી કરીને લીબિયા મોકલી દીધો હતો. આ પરિવારના છુટકારા માટે બે કરોડની માતબાર રકમની ખંડણી માંગવામાં આવી છે. આ સમગ્ર ષડયંત્રમાં હર્ષિત કમલેશભાઈ મહેતા નામના શખ્સની સંડોવણી હોવાનો પીડિત પરિવારે આક્ષેપ કર્યો છે.
અપહૃત કિસ્મતસિંહે તેના કાકાને ફોન કરીને જે હોય તે ક્લિયર કરાવો, બે દિવસથી ખાવા પણ આપ્યું નથી. ઉપરાંત સ્વેટર કાઢીને બેસાડી રાખવામાં આવ્યો છે, એમ કહ્યું હતું. મારી પત્ની દેવાંશી અને પુત્રીને જુદા રાખ્યા છે. જે પણ હોય તે આ ભાઈના ફોન પર વાત કરીને ક્લિયર કરો.
પોર્ટુગલ જવા માટે દુબઈથી નીકળ્યા હતા પણ લીબિયા મોકલી દીધા
કિસ્મતસિંહ ચાવડા મહેસાણા બાદલપુર ગામના રહેવાસી છે તે દુબઈથી પોર્ટુગલ જવા માટે તેમની પત્ની હિનાબેન અને ત્રણ વર્ષની દિકરી સાથે રવાના થયા હતા. પરંતુ કથિતપણે એજન્ટોએ તેમની સાથે છેતરપિંડી કરીને પોર્ટુગલ મોકલવાને બદલે લીબિયા મોકલી દીધા હતા.આ પરિવારને કોઈ એકાંત ઠેકાણે લીબિયામાં બંધક બનાવાયો છે.
તે સિવાય પરિવારને જાનથી મારવાની ધમકી પણ અપહરણકારોએ આપી છે. શરૂઆતમાં અપહરણકારોએ અંદાજે 45 લાખની માંગણી કરી હતી. જોકે બાદમાં ષડયંત્રમાં ફસાયેલા આ પરિવારને છોડવા માટે એક કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હોવાના અહેવાલ છે. આ રકમ $54,000 સાથે મળીને લગભગ 2 કરોડ સુધી પહોંચી શકે છે.
દુબઇ જવા 29 નવેમ્બરની સાંજે પાંચ વાગ્યે નીકળ્યા હતા
કિસ્મતસિહંના સંબંધી દશરથસિંહે જણાવ્યું હતું કે કિસ્મતસિંહ પ્રાઈવેટ કંપનીમાં 35 હજારના પગારથી નોકરી કરતા હતા.29 નવેમ્બરની સાંજે કિસ્મતસિંહ ચાવડા તેમની પત્ની અનો પુત્રી સાથે દુબઈ જવા માટે રવાના થયા હતા. દુબઈ પહોંચ્યા બાદ આ પરિવાર પોર્ટુગલ જવાનો હતો.
4 વર્ષથી કિસ્મત સિંહ વિદેશ જવા પ્રયાસ કરતો હતો
યુરોપમાં 2018થી કિસ્મતસિંહના મોટા ભાઈ નરેન્દ્રસિંહ રહે છે. અને જોબ કરે છે. જોથી છેલ્લા ચાર વર્ષથી કિસ્મતસિંહ પણ યુરોપ જવા માટે પ્રયત્ન કરતા હતા. બે ચાર દેશ ફરીને પણ કિસ્મતસિંહ આવ્યા છે. નરેન્દ્રસિંહે કિસ્મતભાઈને યુરોપ જવું હોવાથી પોતાની પડોશમાં રહેતા ટુર ઓર્ગેનાઈઝર હર્ષિત મહેતા સાથે સંપર્ક કરાવ્યો હતો. જેમાં અમુક રકમ એડવાન્સમાં પણ આપી હતી. છ મહિવા પહેલા હર્ષિત મગેતા ક્સિમતસિંહના પરિવારને ફરવા બહાર પણ લઈ ગયો હતો. હર્ષિત મહેતા એક મહિના અગાઉ ભારત આવ્યો પણ હતો. બાદમાં તેણે કિસ્મતસિંહને 28 નવેમ્બરના રોજ પાસપોર્ટ પણ આપ્યા હતા.
હર્ષિત મહેતા સંપૂર્ણ હેન્ડલિંગ કરતો હતો
પરિવાર સાથે કિસ્મતસિંહ યુરોપ જવા રવાના થયા તેનું સમગ્ર હેન્ડલિંગ હર્ષિત મહેતા કરતો હતો. સ્ટેપ બાય સ્ટેપ તમારે વિઝા લેતા જવાનું છે, એમ મહેતાએ આ પરિવારને કહ્યું હતું. બાદમાં પરિવાર સાથે કિસ્મતસિંહ દુબઈ જવા રવાના થયા હતા. દુબઈમાં બે દિલસના રોકાણ બાદ કિસ્મતસિંહે હર્ષિત મહેતાને આગળ ક્યાં જવાનું છે પુછતા તેણે દુબઈ એરપોર્ટથી આગાળના દેશમાં જવાના વિઝા તમને મળી જશે, એમ કહ્યું હતું. જોકે કિસ્મતસિંહને કયા દેશમાં જવાનું છે કહાવામાં આવ્યું ન હતું.
‘પ્લેનમાં લીબિયાના બેંગાજી શહેરમાં ઉતાર્યા હતા’
ત્યારબાદ કિસ્મત સિંહના પરિવારને પ્લેનમાં બેસાડી સીધા લીબિયાના બેંગાજી સિટીમાં ઉતાર્યા હતા. બાદમાંતેમને બંધક બનાવી ખંડણી માટે અલગ અલગ નંબરથી ફોન કરવામાં આવતા હતા. જેમાં. સૌ પ્રથમ 4 તારીખ ફોન આવ્યો ને 54 હજાર ડોલરની માગણી કરી બાદમાં બે કરોડની માગણી કરી હતી.
‘ત્રણ-ચાર દિવસથી કોલ ન આવતા અમે ફોન કર્યો’
અમે કિસ્મતસિંહ યુરોપ જવા નીકળ્યા તેના ત્રણ ચાર દિવસ થવા છતા ફોન ન આવતા તેમને ફોન કર્યા હતા. બાદમાં અપહરણકારોએ અલગ અલગ નંબરો પરથી ફોન કર્યા હતા. કોન્ફરન્સમાં કિસ્મતસિંહ સાથે વાત કરાવીને રૂપિયાની માંગ કરવામાંઆવી હતી.
સરકાર પાસે મદદની માંગ
આ અંગે મહેસાણા કલેક્ટર કચેરીએ મુસીબતમાં ફસાયેલા કિસ્મતસિંહ ચાવડાના પરિજને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે તાત્કાલિક ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પાસે મદદની માંગ કરી છે. પરિવારે વિનંતી કરી છે કે વિદેશમાં ફસાયેલા આ પરિવારને કોઈ પણ ભોગે હેમખેમ પરત લાવવામાં આવે.
મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વિદેશ મંત્રાલયના સંપર્કમાં રહીને પરિવારને સુરક્ષિત પરત લાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
અપહરણકારોની મોડસ ઓપરેન્ડી શું હોય છે?
બહારના વચેટિયા એજન્ટો સામાન્ય રીતે પેસેન્જરને અહીંયાથી લઇ ગયા પછી તેમને પાકિસ્તાની એજન્ટોને વેચી દે છે અને પાકિસ્તાની એજન્ટો પાસેથી અમુક રકમ લઇ લે છે. પાકિસ્તાની એજન્ટોનું ઇરાનમાં કોઈ સેટઅપ નથી હોતું એટલે એ પેસેન્જરને હોટલમાં રાખે છે. હોટલમાં રાખીને પેસેન્જરને બંધક બનાવી મોંમાં ડૂચા ભરાવી માર મારે છે. માર મારતો વીડિયો તેના પરિવારને મોકલી ખંડણી માગે છે.
માણસાના બાપુપુરા ગામના 4 લોકોને નવેમ્બરમાં ઇરાનમાં બંધક બનાવ્યા હતા
માણસા તાલુકાના બાપુપુરા ગામના 4 લોકોને ગત નવેમ્બરમાં ઇરાનના તહેરાનમાં બંધક બનાવવામાં આવ્યા હતા. જોકે બાદમાં તેઓ હેમખેમ વતન પરત ફરતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. ચારેય લોકો વાયા દિલ્હી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીની કારમાં પોલીસ કાફલા સાથે 2 લોકોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ-1ની ઓફિસે લવાયા હતા, જ્યારે અન્ય બે લોકોની તબિયત ખરાબ હોવાથી તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા.

