Lifestyle/ શું ખરેખર હૅલ્ધી છે લીંબુ પાણી? સાવધાન….અમુક લોકોને થઇ શકે હૅલ્થનું જોખમ! જાણો પીવાની યોગ્ય ટિપ્સ…

લીંબુ પાણી પીવું એક હૅલ્થ ટ્રેન્ડ બની ચૂક્યો હોવા છતાં આ હૅલ્ધી ડ્રિંક તમામ લોકો માટે સારું નથી, અમુકને હૅલ્થનું જોખમ પણ થઇ શકે છે! એ અંગેની ટિપ્સ જોઇશું…

Tips & Tricks Food Health & Fitness Trending Lifestyle
લીંબુ પાણી, હૅલ્થ, જોખમ, ટિપ્સ

Lifestyle: લીંબુ પાણી…સવાર-સવારમાં નવશેકું લીંબુ પાણી (Lemon water) પીવું ભલે ને એક સર્વ સામાન્ય હૅલ્થ ટ્રેન્ડ (Health Trend) બની ચૂક્યો છે પણ આ ડ્રિંક તમામ લોકો માટે સુરક્ષિત નથી, અમુકને હૅલ્થનું જોખમ થઇ શકે છે! એક તરફ હાઇડ્રેશન, ઇમ્યૂનિટી અને પાચનને સપોર્ટ કરે છે જ્યારે બીજી તરફ એ કેટલાક લોકો માટે એસિડિટી, દાંત નબળા થવા અને પેટ સંબંધી તકલીફોમાં વૃદ્ધિ કરી શકે છે.

તાજગીસભર લીંબુ પાણી…સવાર-સવારમાં ઉઠતા વેંત પાણીને નવશેકું કરીને એમાં લીંબુ નિચોવીને પીવાનો ટ્રેન્ડ (Trend) આજકાલ હૅલ્થ કોન્શિયસ લોકોમાં જોરશોરથી ચાલી રહ્યો છે. લોકો એને હૅલ્ધી, ડિટૉક્સ અને ઇમ્યૂનિટી બૂસ્ટર માને છે. લીંબુનો ખાટો સ્વાદ તમને તરત જ તાજગી પ્રદાન કરે છે અને ઘણા લોકો તો એને દરરોજ સવારના નિત્યક્રમમાં સામેલ કરી ચૂક્યા છે અને એમને એ પીવાની ટેવ પડી ગઇ છે! તમારા પૈકી ઘણા લોકો એ તો સારી રીતે જાણતા જ હશો કે, લીંબુ પાણી પીવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમ (Digestion)ને એ સુચારુ રાખે છે અને શરીરમાંથી વિષાર્ધ પદાર્થો (Toxins)ને બહાર કાઢવામાં મદદરુપ સાબિત થાય છે. આ ઉપરાંત, લીંબુ (Lemon)ના સેવનથી સ્કિન પણ ચમકીલી રહે છે અને એનાથી શરીરનું મેટાબોલિઝમ પણ ઝડપી બને છે.

લીંબુ પાણી, હૅલ્થ, જોખમ, ટિપ્સ

લીંબુ પાણી શું ખરેખર હૅલ્થ માટે જોખમ છે ? એને પીવાની યોગ્ય ટિપ્સ કઇ છે?

અહિં સાવધાન થવાની જરુર છે! તમે એ નહિં જાણતા હો કે આ હૅલ્ધી ડ્રિંક (Healthy Drink)ને પીવાનું બધા જ લોકો માટે સુરક્ષિત ગણાતુ નથી કારણ કે, અમુક લોકોને એના સેવનથી એસિડિટી (Acidity), દાંતમાં સમસ્યા અને પેટમાં બળતરા વધી શકે છે! જેમને ગેસ્ટ્રિક સમસ્યાઓ કે અલ્સરની તકલીફો (Gastric problems & Ulcer) રહેતી હોય એમણે લીંબુ પાણીને યોગ્ય માત્રા અને યોગ્ય રીતે જ પીવું જોઇએ. એને નવશેકા પાણી (Warm Water)માં મિક્સ કરીને પીવું જોઇએ અને સીધું જ નરણા કોઠે (Empty Stomach)પીતા હો તો, વધુપડતું ન પીવું જોઇએ. કેટલાક લોકો એનો સ્વાદ વધારવા માટે એમાં મધ અને ફુદીનો (Honey & Mint) પણ ઉમેરે છે. તો ચાલો જાણીએ, લીંબુ પાણી પીવાના ફાયદા અને જોખમ (Risk) વિશે અને એ પીતી વખતે ધ્યાનમાં રાખવાની સાવધાની સંબંધિત ટિપ્સ (Tips) વિશે…

લીંબુ પાણી પીવાના સ્વાસ્થ્ય લાભ

લીંબુ પાણીના સ્વાસ્થ્ય લાભ ઘણા છે, એના સેવનથી આ બાબતોમાં ફાયદો થઇ શકે છે.

1. હાઇડ્રેશન

સાદું પાણી પીવાનું બધાને ઘણી વાર ભાવતું હોતું નથી પરંતુ, એમાં લીંબુ ઉમેરવાથી એનો સ્વાદ વધી જાય છે. આથી વધુ પાણી પી શકાય છે અને શરીર હાઇડ્રેટેડ રહે છે.

2. પાચન

લીંબુની ખટાશ પેટમાં રહેલા જ્યુસ અને લાળને વધારી શકે છે જેથી ડાયજેશન સરળ બને છે અને સવારમાં ચહેરા કે અન્ય ભાગોના સોજા પણ ઓછા થાય છે.

3. વિટામિન સી અને એન્ટિઑક્સિડન્ટ્સ

લીંબુમાં વિટામિન સી (Vitamin C) ભરપૂર માત્રામાં હોય છે, જે તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ કરે છે, આયર્નના અવશોષણમાં મદદ કરે છે અને આ ઉપરાંત, ત્વચા (Skin) અને ટિશ્યૂ માટે પણ લાભકારક સાબિત થાય છે.

કોણે લીંબુ પાણી ન પીવું જોઇએ?

લીંબુ પાણી બધા લોકો માટે સુરક્ષિત નથી હોતું. એનાથી એસિડિટી થવાના કારણે અમુક લોકોને ઊલટાની હેરાનગતિ ઊભી થઇ શકે છે.

1. પેટ અને એસિડ સંબંધિત સમસ્યા

જો તમને એસિડ રિફ્લેક્સિસ, ગૅસ્ટ્રાઇટિસ, અલ્સર હોય અથવા તો તમારું પાચન તંત્ર સંવેદનશીલ હોય તો એ તમારા માટે નુકસાનકારક બની શકે છે. નરણા કોઠે સવારમાં એનું સેવન કરવાથી પેટમાં બળતરા, પેટ ફૂલવું ((Bloating), અકળામણ થવી અથવા તો પિત્તનો હુમલો થઇ શકે છે.

લીંબુ પાણી, હૅલ્થ, જોખમ, ટિપ્સ

2. દાંત નબળા કે સંવેદનશીલ થવા

લીંબુનો એસિડ ધીમે-ધીમે દાંતના એનેમલ (Tooth enamel)ને નુકસાન પહોંચી શકે છે. આનાથી સેન્સેટિવિટી અને કેવિટી (Cavity)નું જોખમ વધી શકે છે.

3. અમુક ખાસ દવાઓ લેતા સાવધાની રાખવી

લીંબુનો એસિડ કેટલીક દવાઓની અસર ઓછી કરી શકે છે. આથી જો તમે દવાઓ લેતા હો તો એની સાથે લીંબુ પાણી ન પીવું.

4. મોંના ચાંદા કે પેટના અલ્સરને વધારે

જો તમને અવારનવાર મોંમાં ચાંદા કે છાલા (Mouth ulcer) પડતા હોય અથવા તો પેટમાં અલ્સરની તકલીફ હોય તો લીંબુ પાણી પીવાથી સમસ્યા વધુ ધેરી બની શકે છે.

5. કિડની, પથરી કે ડિહાઇડ્રેશનની સમસ્યા

આ પીણું હળવું ડાય-યુરેટિક હોય છે , જેથી યુરિન વધી શકે છે અને જે લોકોને અગાઉથી જ ડિહાઇડ્રેશન અથવા તો કિડનીની કે પથરીની તકલીફો (Dehydration, Kidney problem or Stone) રહેતી હોય એમણે વિશેષ સાવધાન રહેવું જરુરી છે.

6. માથાનો દુખાવો કે ખટાશથી એલર્જી

ક્યારેક-ક્યારેક તો લીંબુ પીવાથી માથાનો દુખાવો કે માઇગ્રેન (Migraine) ટ્રિગર થઇ શકે છે, એ ઉપરાંત કેટલાક લોકોને એનાથી એલર્જી (Allergy) પણ હોઇ શકે છે તો હિતાવહ છે કે એમણે લીંબુ પાણીનું સેવન સદંતર બંધ કરી દેવું.

લીંબુ પાણી પીવાથી થતા નુકસાન

1. સતત લીંબુ પાણી પીવાથી દાંતના એનેમલ અર્થાત્ બહારના આવરણને નુકસાન પહોંચી શકે છે.

2. એના વધુ પડતા સેવનથી પેટમાં મરોડ ઉઠવા, ગૅસ, બળતરા અથવા એસિડિટીની તકલીફો થઇ શકે છે.

3. વારંવાર પેશાબ વધે છે અને એનાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ અસંતુલિત થઇ શકે છે.

લીંબુ પાણી, હૅલ્થ, જોખમ, ટિપ્સ

લીંબુ પાણી પીવાની સુરક્ષિત પદ્ધતિની ટિપ્સ

1. એને યોગ્ય રીતે ડાયલ્યુટ કર્યા પછી જ પીવું જોઇએ. આ માટે અડધા લીંબુનો રસ એક નોર્મલ ગ્લાસ પાણીમાં ઉમેરીને પીવો.

2. તમારા દાંત સંવેદનશીલ (Sensitive Teeth) હોય તો એને પીતી વખતે સ્ટ્રોનો ઉપયોગ કરવો જોઇએ જેથી દાંત સાથે ઓછો સંપર્ક થશે.

3. નરણા કોઠે પીવાથી તકલીફ થતી હોય તો એને ભોજન કર્યા બાદ પીવું જોઇએ.

4. નાની પણ અગત્યની ટિપ એ છે કે, એ પી લો પછી તમારે કોગળા અવશ્ય કરી લેવા જોઇએ.

5. એક દિવસમાં કેવળ 1 કે 2 ગ્લાસ લીંબુ પાણી જ પીવું યોગ્ય રહેશે.

6. એના સેવન બાદ, તરત જ બ્રશ કરવું નહિ, ઓછામાં ઓછા અડધો કલાક રહીને જ દાંત સાફ કરવા જોઇએ.

7. સંકેતો પર ધ્યાન આપો. પેટમાં બળતરા, દાંતમાં પીડા અને પેટમાં તકલીફ થાય તો લીંબુ પાણી પીવાનું બંધ કરી દેવું અને સત્વરે ડૉક્ટરની સલાહ લો.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શિયાળામાં ગોળને અવશ્ય તમારા ડાયેટમાં સામેલ કરો…સ્વાસ્થ્યને મળશે ઘણા લાભ…આ 5 રેસિપીથી!

આ પણ વાંચો: હળદર કેવળ કિચનનો મસાલો નથી, દવા છે! ન્યુટ્રિશનિસ્ટ પાસેથી જાણીએ એના 8 જાદુઇ સ્વાસ્થ્ય લાભ વિશે…

આ પણ વાંચો: આમળા કેન્ડીનો મુખવાસ, છે ઇમ્યૂનિટી વર્ધક…ઘરે બનાવવાની અત્યંત સરળ રેસિપી…