Tech News : સોનીએ (Sony India) ભારતીય બજારમાં પોતાના નવા (Sony LinkBuds Clip) ટ્રુ વાયરલેસ (TWS) ઇયરબડ્સ લોન્ચ (Earbuds Launch) કર્યા છે. આ નવા ઇયરબડ્સ ખાસ કરીને એવા યુઝર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે, જેઓ સંગીત સાંભળવાની સાથે આસપાસના વાતાવરણથી પણ વાકેફ રહેવા માંગે છે. Open-Ear Clip ડિઝાઇન, 360 Reality Audio, Google Gemini સપોર્ટ અને લાંબી બેટરી લાઇફ જેવી અનેક પ્રીમિયમ સુવિધાઓ સાથે આ ડિવાઇસ રજૂ કરવામાં આવ્યો છે.
ભારતમાં કેટલી છે કિંમત?
Sony LinkBuds Clip ની ભારતમાં રૂ.18,990 કિંમત રાખવામાં આવી છે.ગ્રાહકો આ ઇયરબડ્સને Amazon, Flipkart, Myntra, Sony Center, Croma અને Reliance Digital સહિતના અધિકૃત ઓનલાઈન તથા ઓફલાઈન સ્ટોર્સ પરથી ખરીદી શકશે.આ ઇયરબડ્સ ચાર આકર્ષક બ્લેક,ગ્રે, ગ્રીન,લવેન્ડર રંગોમાં ઉપલબ્ધ છે.
Open-Ear ડિઝાઇન શું છે?

Sony LinkBuds Clip ની સૌથી મોટી ખાસિયત તેની Open-Ear Clip Design છે. સામાન્ય TWS ઇયરબડ્સ કાનની નળી સંપૂર્ણપણે બંધ કરી દે છે, જ્યારે LinkBuds Clip કાન ખુલ્લું રાખે છે. પરિણામે યુઝર્સ સંગીતનો આનંદ માણતા હોવા છતાં આસપાસના અવાજો પણ સરળતાથી સાંભળી શકે છે. ઓફિસ, રસ્તા પર ચાલતી વખતે અથવા સાયકલિંગ દરમિયાન આ ડિઝાઇન વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે.બોક્સમાં અલગ-અલગ સાઇઝના કૂશન પણ આપવામાં આવ્યા છે જેથી દરેક યુઝરને આરામદાયક ફિટ મળી રહે.
IPX4 રેટિંગ સાથે વોટર રેઝિસ્ટન્ટ

આ ઇયરબડ્સને IPX4 Water Resistance રેટિંગ આપવામાં આવ્યું છે. એટલે કે પરસેવો અથવા હળવા વરસાદ દરમિયાન તેનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે.
10mm ડ્રાઇવર્સ અને 360 Reality Audio
સોનીએ LinkBuds Clip માં 10mm Dynamic Drivers આપ્યા છે, જે સ્પષ્ટ અને શક્તિશાળી સાઉન્ડનો અનુભવ આપે છે.આ ઉપરાંત તેમાં 360 Reality Audio ટેક્નોલોજીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે સંગીતને વધુ જીવંત અને ઇમર્સિવ બનાવે છે.સાથે જ DSEE (Digital Sound Enhancement Engine) ટેક્નોલોજી ઓછી ગુણવત્તાવાળા ઓડિયોને પણ વધુ સારી સાઉન્ડ ક્વોલિટી સાથે રજૂ કરવામાં મદદ કરે છે.
ત્રણ સ્માર્ટ લિસનિંગ મોડ્સ
યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ અલગ-અલગ ઓડિયો મોડ્સ પસંદ કરી શકે છે.Standard Mode – સામાન્ય મ્યુઝિક લિસનિંગ માટે, Voice Boost Mode – કોલ્સ અને પોડકાસ્ટ માટે વધુ સ્પષ્ટ અવાજ, Sound Leakage Reduction Mode – આસપાસના લોકોને અવાજ ઓછો સંભળાય તે માટે
Adaptive Sound Control, AI સાથે ક્લિયર કોલિંગ
ઇયરબડ્સમાં ( Bluetooth 5.3 Earbuds) સ્માર્ટ સેન્સર્સ આપવામાં આવ્યા છે, જે યુઝર ચાલી રહ્યો છે, દોડી રહ્યો છે કે કસરત કરી રહ્યો છે તે ઓળખીને સાઉન્ડ સેટિંગ્સ આપમેળે બદલવામાં મદદ કરે છે.કોલિંગ અનુભવને વધુ સારો બનાવવા માટે ડ્યુઅલ માઇક્રોફોન, AI Noise Processing અને Bone Conduction Sensor આપવામાં આવ્યા છે. જેના કારણે ભીડભાડવાળા વાતાવરણમાં પણ સામેની વ્યક્તિ સુધી અવાજ સ્પષ્ટ રીતે પહોંચે છે.
બેટરી કેટલી મળશે?
Sony LinkBuds Clip બેટરી વિભાગમાં પણ સારી કામગીરી કરે છે.માત્ર ઇયરબડ્સ પર 9 કલાક સુધીનું પ્લેબેક,ચાર્જિંગ કેસ સાથે કુલ 37 કલાક સુધીની બેટરી, માત્ર 3 મિનિટના ફાસ્ટ ચાર્જમાં લગભગ 1 કલાક સુધીનો ઉપયોગ
કોના માટે સારો વિકલ્પ?
જો તમે એવા પ્રીમિયમ TWS ઇયરબડ્સ શોધી રહ્યા છો જે લાંબી બેટરી, ઉત્તમ ઓડિયો ક્વોલિટી, Open-Ear ડિઝાઇન અને સ્માર્ટ AI ફીચર્સ સાથે આવે, તો Sony LinkBuds Clip એક સારો વિકલ્પ બની શકે છે. ખાસ કરીને ઓફિસમાં કામ કરતા લોકો, મુસાફરી દરમિયાન અથવા આઉટડોર એક્ટિવિટીઝ દરમિયાન આસપાસના અવાજો સાંભળવાની જરૂરિયાત ધરાવતા યુઝર્સ માટે આ ઇયરબડ્સ ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: માર્કેટમાં આ સસ્તી કારે મચાવ્યો હોબાળો; 33km થી વધુ માઇલેજ સાથે બની દેશની No.1 સેડાન
આ પણ વાંચો: મોંઘવારીનો ડામ: મોબાઈલ રિચાર્જ પ્લાન 15% અને 5જી સેવાઓ 20% સુધી મોંઘી થવાના એંધાણ; જાણો ક્યારથી વધશે ભાવ
આ પણ વાંચો: બજાજ ચેતકનો નવો ઇતિહાસ: EV માર્કેટમાં આ જૂના અને જાણીતા સ્કૂટરે મચાવી ધૂમ,બનાવ્યો મોટો રેકોર્ડ!
