ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ભલે હાલમાં એસયુવી (SUV) વાહનોનો દબદબો જોવા મળી રહ્યો હોય, પરંતુ સેડાન કાર (CAR) પ્રત્યે ગ્રાહકોનો આકર્ષણ હજુ પણ અકબંધ છે. મારુતિ સુઝુકી ડિઝાયર (Maruti Suzuki Dzire) એ આ વાત ફરી એકવાર સાબિત કરી બતાવી છે. જૂન 2026 ના વેચાણના આંકડા અનુસાર, આ કારે કમાલનું પ્રદર્શન કરીને સેડાન કેટેગરીમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. કંપનીએ જૂન મહિનામાં આ મોડેલના કુલ 17,899 યુનિટ્સ વેચ્યા છે, જે ગયા વર્ષના જૂન 2025 ના 15,484 યુનિટ્સના વેચાણની સરખામણીએ વાર્ષિક ધોરણે 15.60 ટકાનો બમ્પર ઉછાળો દર્શાવે છે.
મારુતિ સુઝુકીએ આ લોકપ્રિય ફેમિલી કારને અલગ-અલગ બજેટ ધરાવતા ગ્રાહકો માટે ચાર શાનદાર ઓપ્શન્સમાં રજૂ કરી છે,બજેટ અને એડવાન્સ ઓપ્શન્સમર્યાદિત બજેટ વાળા માટે LXi બેસ્ટ છે, જ્યારે VXi અને ZXi માં ગ્રાહકોને AMT અને CNG ની સુવિધા મળે છે.
ન્યૂ-એજ ડિઝાઇન, શાનદાર એન્જિન અને દમદાર માઇલેજ:
નવા જનરેશન વાળી આ કારને કંપનીએ તદ્દન નવો લુક આપ્યો છે. તેના એક્સટીરિયરમાં આકર્ષક ફ્રન્ટ ગ્રિલ, શાર્પ એલઇડી હેડલાઇટ્સ અને આધુનિક એલોય વ્હીલ્સ ગ્રાહકોને આકર્ષી રહ્યા છે. કેબિનની અંદર પણ મોર્ડન લેઆઉટ આપવામાં આવ્યો છે.
એન્જિનની વાત કરીએ તો તેમાં 1.2 લીટરનું Z-સિરીઝ 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 80bhp પાવર સાથે 112Nm નો ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. ગ્રાહકો આમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન ઉપરાંત એએમટી (AMT) નો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.
મેન્યુઅલ વેરિઅન્ટ માઇલેજ: 24.79 કિમી પ્રતિ લીટર
AMT વેરિઅન્ટ માઇલેજ: 25.71 કિમી પ્રતિ લીટર
CNG વેરિઅન્ટ માઇલેજ:33.73 કિમી પ્રતિ કિલોગ્રામ (સૌથી વધુ આર્થિક)
પ્રીમિયમ ફીચર્સનો ખજાનો અને 5-સ્ટાર સેફ્ટી રેટિંગ
નવી ડિઝાયર માત્ર દેખાવ કે એવરેજમાં જ નહીં,પરંતુ સુરક્ષા અને આરામની બાબતમાં પણ બેસ્ટ સાબિત થઇ છે.તેને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં સર્વોચ્ચ 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે.
ગ્રાહકોને આકર્ષતા પ્રીમિયમ ફીચર્સ:
આ કારમાં પેનોરેમિક અનુભવ માટે ઇલેક્ટ્રિક સનરૂફ, મોટી 9-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર અને પાર્કિંગને સરળ બનાવતો 360-ડિગ્રી કેમેરા જેવા લક્ઝુરિયસ ફીચર્સ સામેલ છે. મુસાફરોની સુવિધા માટે રિયર એસી વેન્ટ્સ અને આર્મરેસ્ટ પણ આપવામાં આવ્યા છે. સેફ્ટી માટે 6 એરબેગ્સ, ABS સાથે EBD અને હિલ હોલ્ડ આસિસ્ટ જેવા ફીચર્સ દરેક વેરિઅન્ટમાં સ્ટાન્ડર્ડ તરીકે મળે છે. ભારતીય બજારમાં તેની મુખ્ય સ્પર્ધા હોન્ડા અમેઝ, હ્યુન્ડાઇ ઓરા અને ટાટા ટિગોર સાથે થાય છે.
