ભારતમાં પોતાની કોમ્પેક્ટ સેડાન કાર Dzireની સેલ કરતા મારુતિ સુઝુકીને 10 વર્ષથી પણ વધુ થયા છે. અત્યાર સુધીમાં આ કારને 19 લાખથી વધુ ગ્રાહક ખરીદી ચુક્યા છે. વર્ષ 2018-19માં મારુતિ સુઝુકીએ Dzireની 2.5 લાખથી વધુ યૂનિટ્સ વેચી છે. આ કારનું એવરેજ માસિક વેચાણ 21000 યૂનિટ્સ રહયુ. એટલે કે મારુતિની આ ગાડીની ભાગેદારી માર્કેટમાં 55 ટકાથી વધુ રહી છે, જ્યારે હોન્ડાની અમેજ આ સેગમેટમાં બીજા ક્રમે છે.

મારુતિ સુઝુકીનાં એક્ઝિક્યુટીલ ડાયરેક્ટર શશાંક શ્રીવાસ્તવે કહ્યુ કે, મારુતિ સુઝુકીની યાત્રામાં DZire બ્રાન્ડનું ખાસ યોગદાન રહ્યુ છે અને તે ગ્રાહકો પ્રત્યે આભાર વ્યક્ત કરે છે. તેમણે વધુમાં કહ્યુ કે, DZireનાં લોન્ચ સાથે કંપનીએ એક નવુ કોમ્પેક્ટ સેડાન સેગમેટ બનાવ્યુ છે. આ સેગમેટ સતત વિકસિત થઇ રહ્યુ છે અને વધી પણ રહ્યુ છે. Dzireની પેટ્રોલ એન્જિનની એવરેઝ 22 કિલોમીટર અને ડીઝલ એન્જિનની એવરેજ 28.40 કિલોમીટર પ્રતિ લિટર છે. 55 ટકા માર્કેટ શેરની સાથે DZire કોમ્પેક્ટ સેડાન સેગમેટની લીડર છે. આ વર્ષે પણ મારુતિ સુઝુકીની આ કાર વેચાણની બાબતે આગળ દેખાઇ રહી છે અને ગ્રાહકો માટે આકર્ષક બનેલી છે. આ કારની મજબૂત ગ્રાહક જોડાવની સાબિતી એ છે કે ત્રીજી પેઢીની DZireનાં વેચાણમાં પણ લગભગ 20 ટકા વૃદ્ધિ જોવા મળી છે.

નવી Dzire ઘણી સસ્તી કાર પણ છે, જે 1.2 લિટર પેટ્રોલ એન્જિન અને 1.3 લિટરનાં ટર્બો ડીઝલ એન્જિનમાં પણ ઉપલબ્ધ છે. બંન્ને એન્જિનમાં 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગેરબોક્સનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. Dzireની કિંમત 5.70 લાખથી 9.55 લાખ રૂપિયાની વચ્ચે છે. ભારતમાં આ કારને સૌથી પહેલા વર્ષ 2008માં લોન્ચ કરવામાં આવી હતી.
