Not Set/ અમદાવાદ :  મૃતદેહના ટુકડા કરેલા અવશેષો મળ્યાં,પોલિસે શરૂ કરી તપાસ

 અમદાવાદ, અમદાવાદમાં ભરચક વિસ્તારમાંથી સળગેલી હાલતમાં મૃતદેહના અવશેષો મળી આવ્યો હતો.શહેરના એલિસબ્રિજ પર આવેલા માણેકબુર્જની પાસેથી મૃતદેહના સળગેલા અવશેષો મળી આવ્યા હતા.પોલિસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે કોઇ વ્યક્તિની હત્યા કરીને સળગાવીને મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો છે. આ મૃતદેહના અવશષો મળતાની સાથે એલિસબ્રિજ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરંતુ મૃતદેહના બે ટૂકડા […]

Top Stories Ahmedabad Gujarat

 અમદાવાદ,

અમદાવાદમાં ભરચક વિસ્તારમાંથી સળગેલી હાલતમાં મૃતદેહના અવશેષો મળી આવ્યો હતો.શહેરના એલિસબ્રિજ પર આવેલા માણેકબુર્જની પાસેથી મૃતદેહના સળગેલા અવશેષો મળી આવ્યા હતા.પોલિસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે કોઇ વ્યક્તિની હત્યા કરીને સળગાવીને મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો છે.

આ મૃતદેહના અવશષો મળતાની સાથે એલિસબ્રિજ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પરંતુ મૃતદેહના બે ટૂકડા મળી આવ્યા હતા.જેમાં નદીના ભાગ તરફથી મળેલા મૃતદેહનો ટૂકડો સળગેલો હતો. જ્યારે મૃતદેહનો અન્ય ટૂકડો માણેકબુર્જ પાસેથી મળી આવ્યો હતો.

અત્યંત ગંભીર ગણાતી આ ઘટનામાં પોલીસ હાલ આખા મૃતદેહને ભેગો કરવા માટે પ્રયાસ કરી રહી છે.

 અમદાવાદની ક્રાઇમ બ્રાંચ પણ આ મૃતદેહના અવશેષો કોના છે તેની તપાસ શરૂ કરી છે.પોલિસે મૃતદેહના અવશેષોને ફોરેન્સિક તપાસમાં મોકલી આપ્યા છે.