ભારતીય હવામાન વિભાગ દ્રારા આપવામાં આવેલી માહિતી મુજબ અરબ સમુદ્રમાં સ્થપાયેલ હવાનું લો પ્રેશર, વાવાઝોડામાં પરિવર્તીત થયું છે અને ગુજરાતનાં સાગર કાંઠા તરફ તિવ્ર ગતીથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડું “વાયું” તરીખ 13નાં રાજ ગુજરાતનાં પોરબંદરથી મહુવા સુધીની દરયાઇ પટ્ટી પર લેન્ડ ફોલ થશે. હવામાન વિભાગનાં અંદજ પ્રમાણે વાયુની હાલની ગતી અને મુવમેન્ટ જોતા આવુ કહી શકાય તે વાયુ ગુજરાતમાં દીવ અને વેરાવળની વચ્ચેનાં વિસ્તારમાં જમીનને આડકશે.
સામાન્ય રીતે કોઇ પણ દરિયાઇ ચક્રાવાતો અટલે કે વાવઝોડું જમીન પર આવી જતા તેની તીવ્રતા ઉત્તરો ઉત્તર ઘટતી જાય છે. પરંતુ વાયુનાં મામલે હવામાન ખાતા દ્રારા માહિત ગાર કરવામા આવ્યા છે કે જમીન દેસ્ત થયા બાદ વાયુની ગતીમાં વધારો નોંધવામાં આવી શકે છે. વાયુની દરિયા કિનારે ટકરાવ સમયની ગતી 135 કિ.મી પ્રતિ કલાક આંકવામાં આવી રહી છે.

હાલ ક્યાં પહોંચ્યું વાવાઝોડું વાયુ
વાવાઝોડું વાયુ હાલ 500થી 600 કિમી દક્ષિણ પશ્ચિમમાં નોંધવામાં આવી રહ્યું છે. જે લગભગ સીધી લાઇનમાં ગુજરાતનાં સાગરકાંઠા પર ટકરાશે. વાવાઝોડાની અસરો મુંબઇમાં પણ જોવા મળશે પરંતુ મુંબઇ વાવાઝોડાની સેન્ટ્રલ લાઇનથી 250/300 કી.મી. દુર રહેવાથી અસરો વ્યાપક નહી જોવા મળે જ્યારે ગુજરાતમાં વાવઝોડા વાયુની વ્યાપક અસરો જોવા મળશે. હવામાન વિભાગ દ્રારા આંકડાકીય ગણતરી બાદ ગુજરાતને વાયુ મામલે હાઇ એલર્ટ કરવામા આવ્યું છે અને 13મી તારીકે સવારનાં સમયે વાયુ લેન્ડ ફોલ થશે તેવી જાણકારી આપવામાં આવી છે.
રાજ્ય ભરમાં 13 તારીકે ભારે પવન અને વરસાદ નોંધવામાં આવશે તો 14 તારીકે પણ રાજ્યભરમાં વરસાદ જોવા મળી શકે છે. ગુજરાતમાં 1998માં આવેલ વાવાઝોડા દ્રારા વહેરવામા આવેલ વ્યાપક નુકસાનીને ધ્યાનમાં રાખી સરકારે વાવાઝોડાનાં આગમનમાં સુરક્ષીતતા માટે કમર કસી છે.
DDGM, IMD Mumbai, KS Hosalikar: Mumbai will also be affected #VayuCyclone but not severely. Cyclone is expected to cross from 250-300 km away, parallel to the Mumbai coast tomorrow, early morning. A cyclonic warning has been issued for fishermen & people living near the coastline https://t.co/JWtsPUKwIw
— ANI (@ANI) June 11, 2019
વાયુને નાથવા વાયુવેગે તંત્રની તૈયારી
‘વાયુ’ને લઈને રાજ્યભરમાં તંત્ર સજ્જ થઇ ગયું છે. રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાંને પગલે NDRFની ટીમોને હાઇ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. અલગ અલગ જગ્યા પર NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. હાલ NDRFની 9 ટીમ કચ્છ, દ.ગુજરાત જવા રવાના થઇ ગઇ છે. જરોદ હેડક્વાર્ટરથી 9 ટીમો પણ રવાના થઇ ગઇ છે. તો ગાંધીનગરની 2 ટીમ કચ્છનાં નલિયા અને કંડલા ખાતે જશે. તો વડોદરાથી પણ NDRFની 9 ટીમ મોકલવામાં આવશે જે સાગરકાંઠા ઉપરાંત મોરબી, રાજકોટ, જોડીયા, જામનગરમાં પણ તૈનાત રહેશે. સાગરકાંઠા વિસ્તાર એવા પોરબંદર, સોમનાથ, સહિત અમરેલી, જૂનાગઢમાં પણ NDRFની ટીમ તૈનાત રાખવામાં આવી છે. એક સાથે અનેક જગ્યાએ પહોંચી વળવા માટે રાજ્ય બહારથી 11 NDRFની ટીમ બોલાવવામાં આવી છે. તો પુના અને ભટીંડાની NDRFની 5 – 5 ટીમની મદદ લેવામાં આવે તેવી સભાવનાં છે.

સાધનો સાથે NDRF ખડા પગે
NDRFની ટીમ બચાવ કામગીરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો સાથે તૈયાર છે. જેમાં બોટ, લાઇફ સેવીંગ ઓજારો, ઇલેક્ટ્રિક ઓપરેટેડ ચિપિંગ ડ્રિલિંગ મશીન, પૂર દરમિયાન કોઈ વ્યક્તિ ફસાયેલી હોય તો દીવાલ તોડવા માટે રોટરી હેમર ડ્રીલ મશીન, મજબૂત સિમેન્ટ ક્રોંકિટને તોડવા માટેના મશિનો, મોટા ઝાડની ડાળીઓને કાપવા માટે ઇલેક્ટ્રિક ડ્રીલ મશીન, ડૂબતી વ્યક્તિ ને બચાવવા માટે રબર બોટ વગેરે તૈયાર રખાયા છે.
સાગરકાંઠાનાં જીલ્લામાં વિશેષ તૈયારી
વાયુ વાવાઝોડા ગુજરાતનાં લગભગ 3.50 લાખ લોકોને અસર પહોચાડે તેવી ભીંતી જોવા મળી રહી છે. ત્યારે ગુજરાતનાં તમામ સાગરકાંઠાનાં જિલ્લાનાં વહીવટી તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર દ્વારા તાલુકા પ્રમાણે ટીમો તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. આશ્રયસ્થાનોની સંખ્યા, મેડિકલ ટીમો, રાહત બચાવ ટીમો બનાવવાના આદેશ કરાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
