Not Set/ સિદ્ધપુરની એક હોટલમાં યુવાનનો આપઘાત, સમગ્ર પાટણમાં બનાવને લીધે ચકચાર

પાટણ, કહેવામાં આવે છે કે જિંદગી અને મોત એ તો ઉપરવાળાના હાથમાં છે. પરંતુ આ પંક્તિ પાટણ પંથકમાં ખોટી સાબિત થવા પામે છે. કારણકે અહીં એક યુવાને પોતાનો જીવ ઉપરવાળાએ નહીં પરંતુ રૂપિયાના સોદાગરોએ લીધો છે. 3પાટણ જિલ્લાના સિદ્ધપુરના ખળી ચાર રસ્તા પાસે આવેલ ઝમઝમ હોટલમાં નીરવ અનિલભાઈ શુક્લ નામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને જિંદગીનો […]

Top Stories Gujarat Trending

પાટણ,

કહેવામાં આવે છે કે જિંદગી અને મોત એ તો ઉપરવાળાના હાથમાં છે. પરંતુ આ પંક્તિ પાટણ પંથકમાં ખોટી સાબિત થવા પામે છે. કારણકે અહીં એક યુવાને પોતાનો જીવ ઉપરવાળાએ નહીં પરંતુ રૂપિયાના સોદાગરોએ લીધો છે.

3પાટણ જિલ્લાના સિદ્ધપુરના ખળી ચાર રસ્તા પાસે આવેલ ઝમઝમ હોટલમાં નીરવ અનિલભાઈ શુક્લ નામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને જિંદગીનો અંત આણી દીધો હતો. જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

આ યુવાને ત્રણ ઈસમો પાસેથી દોઢ લાખ જેટલી રકમ વ્યાજ પેટે લીધી હતી. પરંતુ આરોપીઓ દ્વારા નિરવને અવારનવાર ધાક ધમકી આપી વ્યાજની મોટી રકમ પડાવાતી હતી. યુવાનની કાર અને ટ્રક પણ આરોપીઓએ બળજબરીપૂર્વક પોતાના કબજામાં રાખી લીધી હતી.

તે છેલ્લા ત્રણ વર્ષથી માથાભારે વ્યાજખોરોના ત્રાસથી પીડાતો હતો આથી અંતે હારી થાકી શરીરે બ્લેડોના ઘા મારી પોઈઝન પીને દુનિયાને અલવિદા કરી દીધી હતી.