Gandhinagar News: ગુજરાતના કેબિનેટ વિસ્તરણ સુનિશ્ચિત થઈ ગયું છે તેની સાથે ઉત્તર ગુજરાતમાં કોને પ્રતિનિધિત્વ મળશે તેના પર ઉત્તર ગુજરાતના ફક્ત ભાજપના વર્તુળોએ જ નહીં પણ સામાન્ય લોકોની પણ ચાંપતી નજર છે. તેમા વર્તમાન મંત્રી ઋષિકેશ પટેલ સ્થાન જાળવી રાખે તે સુનિશ્ચિત માનવામાં આવે છે.
ઋષિકેશ પટેલ
ઋષિકેશ પટેલ ગુજરાત સરકારના વર્તમાન કેબિનેટ મંત્રી છે. ઋષિકેશ પટેલે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. ઋષિકેશ પટેલ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સભ્ય છે . તેમણે મહેસાણા જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી છે . તેમણે વિસનગર સ્થિત એપીએમસીના અધ્યક્ષ તરીકે સેવા આપી છે.
તેમણે ગુજરાત વિધાનસભાની 12 મી (2007-2012), 13મી (2012-2017) અને 14મી (2017-2022) વિધાનસભા માટે સભ્ય તરીકે સેવા આપી છે અને વિસનગર મતવિસ્તારમાંથી 15મી (2022 થી) વિધાનસભામાં સેવા આપી રહ્યા છે . તેઓ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રાલયમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ; તબીબી શિક્ષણ; અને સપ્ટેમ્બર 2021 માં જળ સંસાધન અને પુરવઠા મંત્રાલયો. 15મી ગુજરાત વિધાનસભા માટે 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ વિસનગરથી ફરીથી ચૂંટાયા અને ભૂપેન્દ્ર પટેલ મંત્રાલયમાં કેબિનેટ મંત્રી બન્યા, જેમાં વર્તમાન મંત્રીમંડળમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, તબીબી શિક્ષણ, કાયદો અને ન્યાય અને સંસદીય બાબતોનો સમાવેશ થાય છે.
શંકર ચૌધરી
ગુજરાતના રાજકારણમાં શંકર ચૌધરી એવું નામ છે જેને હવે કોઈ વિશેષ ઓળખની જરૂર રહી નથી. વિધાનસભા અધ્યક્ષ તરીકે કામગીરીનું સુપેરે સંચાલન કરનારા શંકર ચૌધરી શાસક પક્ષની સાથે-સાથે વિપક્ષના પણ લાડકા બની ગયા છે. તેમણે કમસેકમ આટલી પરિપક્વતાની આશા તેમની પાસેથી રાખી ન હતી. આજે ગુજરાતમાં વાવથરાદના સ્વરૂપમાં નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો તે શંકર ચૌધરીની વર્ષો સુધીની અથાક મહેનતના કારણે આવ્યો છે. તેના કારણે બનાસકાંઠામાં કેટલાય લોકો કટાક્ષમાં આ નવા જિલ્લાને શંકર ચૌધરીનો જિલ્લો પણ કહે છે. આના કારણે આજે પણ વાવથરાદના લોકો શંકર ચૌધરીનો આભાર માનવાનું ભૂલતા નથી. આ ઉપરાંત બનાસ ડેરીમાં પણ તેમનું પ્રભુત્વ છે. તેની સાથે ઉત્તર ગુજરાતમાં ગેનીબેન ઠાકોરના વધતા પ્રભાવને ખાળવો હોય તો તેના માટે શંકર ચૌધરી જેવો મજબૂત ચહેરો કેબિનેટમાં જરૂરી છે, જેથી આગામી સ્થાનિક સ્વરાજ્ય અને તેના પછી વિધાનસભા જ નહીં પણ લોકસભાની ચૂંટણી સુધી ભાજપને ફાયદો થાય. આમ એક સોગઠીથી ઉત્તર ગુજરાતમાં ત્રણ-ત્રણ ચૂંટણી જીતવાની ભાજપની નેમ છે.
આ પણ વાંચો: andhinagar News/રાજ્યમાં વર્ષ ૨૦૦૦-૦૧માં જાહેર દેવું GSDPના ૨૩.૮૬ % હતું, જે ઉત્તરોત્તર ઘટીને વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજ મુજબ ૧૫.૩૪ % થયું
આ પણ વાંચો: Gandhinagar News/પંચમહાલની વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતને દેશની શ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત” નો એવોર્ડ
આ પણ વાંચો: Gandhinagar News/ગુજરાત સરકારનો મોટો નિર્ણય : MSME ઉદ્યોગો માટે સરળ બની જશે જમીન ફાળવણી
