Surat News/ સુરત મેટ્રોને મોટી ગતિ: ડ્રીમ સિટીથી અલથાણ વચ્ચે 8.5 કિ.મી. વાયડક્ટ પૂર્ણ, ટ્રાયલ રન શરૂ

Surat Metro પ્રોજેક્ટમાં મોટી સિદ્ધિ, ટૂંક સમયમાં મુસાફરી શરૂ થવાની શક્યતા, 7 સ્ટેશન તૈયાર, મેટ્રો ટ્રાયલ શરૂ – શહેર માટે મોટો વિકાસ

Top Stories Gujarat Surat Breaking News
Surat Metro અપડેટ: ટ્રાયલ રન શરૂ, 500 કલાકની ટેસ્ટિંગ થશે

Surat News: શહેરના મહત્ત્વાકાંક્ષી મેટ્રો પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિલોમીટર લાંબા વાયડક્ટનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે અને આ જ રૂટ પર મેટ્રો ટ્રેન (Surat Metro )નો ટ્રાયલ રન પણ શરૂ કરવામાં આવ્યો છે.

8.5 કિ.મી. રૂટ પર ટ્રાયલ રન શરૂ

મળતી માહિતી મુજબ, આ સમગ્ર રૂટ પર ટ્રેક બિછાવવાનું કામ તેમજ ટ્રેક્શન પાવર માટેની થર્ડ રેલનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે ટ્રાયલ રન શરૂ થતા પ્રોજેક્ટ વધુ એક મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશ્યો છે.

7 સ્ટેશનનું સ્ટ્રક્ચર તૈયાર

આ રૂટ પર કુલ સાત મેટ્રો સ્ટેશન (Surat Metro)ના સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થઈ ગયું છે. સાથે સાથે એન્ટ્રી-એક્ઝિટ સ્ટ્રક્ચર અને ફિનિશિંગના કામમાં પણ નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ રહી છે.

Surat Metro : 500 કલાકનું ટ્રાયલ અને ટેક્નિકલ ચકાસણી

મેટ્રો ટ્રેનના ટ્રાયલ રન દરમિયાન આશરે 500 કલાક સુધી ટ્રેન દોડાવવામાં આવશે. આ દરમિયાન વિવિધ ટેક્નિકલ ચકાસણીઓ કરવામાં આવશે. આ ઉપરાંત Research Designs and Standards Organisation (RDSO) અને Commissioner of Metro Rail Safety (CMRS) દ્વારા પણ સુરક્ષા અને કામગીરીની ચકાસણી કરવામાં આવશે.

વિકસિત ભારતના વિઝન સાથે આગળ વધતો પ્રોજેક્ટ

પ્રધાનમંત્રીના “વિકસિત ભારત”ના વિઝન અંતર્ગત દેશના શહેરોમાં આધુનિક મેટ્રો સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. સુરત મેટ્રો પ્રોજેક્ટ પણ આ દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યો છે, જે શહેરના પરિવહન વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત અને ઝડપી બનાવશે.


આ પણ વાંચો:સુરત મેટ્રો પ્રોજેક્ટ, દેશમાં પહેલીવાર બનાવાશે મેટ્રો સ્ટેશનની છત પર એફોર્ડેબલ હાઉસિંગ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ

આ પણ વાંચો:સુરત ક્રાઈમ બ્રાન્ચ ઈમારતમાં મેટ્રો ટનલથી જોખમ, લોખંડના ગર્ડર સપોર્ટ લગાવાયા

આ પણ વાંચો:ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને સુરત શહેરમાં મેટ્રોને સમાંતર માર્ગોનું ઝડપી સમારકામ હાથ ધર્યું