Surat News/ સુરત મેટ્રો પ્રોજેક્ટ, દેશમાં પહેલીવાર બનાવાશે મેટ્રો સ્ટેશનની છત પર એફોર્ડેબલ હાઉસિંગ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ

આ પ્રોજેક્ટ પર ₹123.36 કરોડનો ખર્ચ થશે અને તેને 24 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. GMRCએ આ માટે તાજેતરમાં ટેન્ડર બહાર પાડ્યું છે.

Top Stories Gujarat Surat

Surat News: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દેશમાં એક નવતર પ્રયોગની શરૂઆત કરી રહ્યું છે, જે શહેરી વિકાસ અને પરિવહનના ક્ષેત્રમાં નવો ઇતિહાસ રચશે. સુરત મેટ્રો લાઇન-2ના એક્વેરિયમ અને મોડેલ ટાઉન મેટ્રો સ્ટેશનોની છત પર એફોર્ડેબલ હાઉસિંગ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. આ ટ્રાન્ઝિટ-ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ (TOD) મોડેલ દેશના અન્ય શહેરો માટે એક ઉદાહરણ બની શકે છે, જે શહેરી ગરીબો માટે સસ્તું આવાસ, રોજગારીની તકો અને જમીનનો શ્રેષ્ઠ ઉપયોગ સુનિશ્ચિત કરશે.

આ બહુ-સ્તરીય વિકાસ મ મોડેલ હેઠળ, એક્વેરિયમ અને મોડેલ ટાઉન મેટ્રો સ્ટેશનોની નીચે મેટ્રો સ્ટેશન આવેલું હશે, જેની ઉપર પોડિયમ ફ્લોર પર વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ ફ્લોરની ઉપર આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે રહેણાંક ફ્લેટ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પર ₹123.36 કરોડનો ખર્ચ થશે અને તેને 24 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. GMRCએ આ માટે તાજેતરમાં ટેન્ડર બહાર પાડ્યું છે, જેમાં ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ ‘ક્લાસ-I સ્થાનિક સપ્લાયર્સ’ને પ્રાથમિકતા આપવામાં આવશે.

આ પ્રોજેક્ટ હેઠળ બંને મેટ્રો સ્ટેશનો પર બે-બે રહેણાંક ટાવર બનાવવામાં આવશે. દરેક ટાવરમાં 7 માળ હશે, અને દરેક માળે 24 ફ્લેટ હશે. દરેક ફ્લેટનું કદ 76.65 ચોરસ મીટર હશે, જેમાં 44.98 ચોરસ મીટરનો કાર્પેટ એરિયા હશે. દરેક ટાવરમાં કુલ 168 ફ્લેટ બનાવવામાં આવશે, અને ટાવર દીઠ 6,125 ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવશે. સીડી અને લોબી માટે 345 ચોરસ મીટરની વ્યવસ્થા કરવામાં આવશે.

ખાસ વાત એ છે કે લિફ્ટ એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે કે રહેવાસીઓ ફ્લેટમાંથી સીધા મેટ્રો સ્ટેશન પર પહોંચી શકે. આ ઉપરાંત, જે લોકો મેટ્રોનો ઉપયોગ ન કરવા માંગે, તેમના માટે પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે, જેથી તેઓ મુખ્ય માર્ગ દ્વારા શહેરના અન્ય ભાગોમાં સરળતાથી જઈ શકે.

સ્માર્ટ સિટી મિશન હેઠળ ડિજિટલ, ગ્રીન અને ટકાઉ માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ સ્માર્ટ ટ્રાન્ઝિટ (મેટ્રો, BRTS) અને TOD મોડેલને જોડીને સુરતના શહેરી વિકાસને નવી દિશા આપશે. GMRCના આયોજન અને પ્રોજેક્ટ વિભાગના જણાવ્યા અનુસાર, “આ પ્રોજેક્ટ સાથે મેટ્રો સ્ટેશનો ફક્ત પરિવહનનું માધ્યમ નહીં, પરંતુ શહેરી જીવનનું કેન્દ્ર બનશે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરત (Surat) ક્રિકેટ સ્ટેડિયમના કોન્ટ્રાકટરના 2.92 કરોડના ચીટિંગ કેસમાં સુરત કોર્ટે જામીન નામંજૂર કર્યા

આ પણ વાંચો:SURAT: સુરતમાં પહેલાં રખડતા ઢોર અને હવે કૂતરાંઓનો આતંક, 4 થી વધુ લોકો ઘાયલ

આ પણ વાંચો:Surat/ શહેરની સ્મીમર હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી આવી સામે, કોવિડ વોર્ડમાં ભરાયું પાણી