In Vadodara/ માતાપિતા ચેતજો! સયાજી હોસ્પિટલમાં બાળકની કરવામાં આવી સર્જરી

સાવલીના નવા સિંહોરા ગામે રાજેન્દ્રસિંહ પરમાર નામની વ્યક્તિનો નાનો પુત્ર ધર્મરાજસિંહ પિતરાઈ બહેનના જન્મદિવસે ફટાકડા સાથે રમી રહ્યો હતો. ફટાકડા સાથે રમતા અચાનક ફટાકડા ફાટી..

Top Stories Gujarat

Vadodara News:  વડોદરામાં સયાજી હોસ્પિટલમાં આશ્ચર્ય કરનારો કિસ્સો બન્યો છે. જેમાં 5 વર્ષના બાળકના મોઢામાં ફટાકડો ફૂટતાં બાળકનું મોંઢુ ફાટી ગયું હતું. નિષ્ણાત ડોક્ટરોની ટીમે સર્જરી કરી બાળકનું મોઢું પહેલા જેવું કરી દીધું હતું.

સાવલીના નવા સિંહોરા ગામે રાજેન્દ્રસિંહ પરમાર નામની વ્યક્તિનો નાનો પુત્ર ધર્મરાજસિંહ પિતરાઈ બહેનના જન્મદિવસે ફટાકડા સાથે રમી રહ્યો હતો. ફટાકડા સાથે રમતા અચાનક ફટાકડા ફાટી ગયે હતો. મોંઢામાં ફટાકડો મૂકતા મોંઢુ પણ ફાટી ગયું હતું. આથી પુત્રનું ડાબી બાજુનું મોંઢુ સાવ ચિરાઈ ગયું હતું. પરિવારને જાણ કરાતાં બાલકને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બાદમાં સયાજી હોસ્પિટલામાં તેને ખસેડલામાં આવ્યો હતો. જ્યાં ઈએનટી વિભાગે ધર્મરાજને સ્ટેબિલાઈઝ કરી સારવાર આપી હતી. પ્લાસ્ટિક સર્જરી કરતા હાલ તેની સ્થિતિ સારી છે.

તબીબ તપાસમાં ધર્મરાજના બંને હોઠ, ગાલનો ભાગ, અંદરનો ભાગ, જડબું વગેરે ખરાબ રીતે ડેમેજ થયા હતા. બાદમાં ડોકટરોની ટીમે એડવાન્સ રીતે સર્ઝરી કરી હતી. જેમાં આશરે 70 થી 80 ટાંકા લેવા પડ્યા હતા. હાલ ધર્મરાજની સ્થિતિ સારી છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગીર સોમનાથના વેરાવળમાંથી દીપડીનું રેસ્કયું કરવામાં આવ્યું

આ પણ વાંચો:દ્વારકામાં આખલાના કારણે વૃદ્ધનું થયું મોત, સીસીટીવી આવ્યા સામે