Gir Somnath News: ગીર સોમનાથના વેરાવળમાંથી દીપડીનું દિલધડક રેસ્ક્યું કરવામાં આવ્યું છે. વેરાવળના હસનાવદર ખાતેથી વનવિભાગે દીપડીનું રેસ્ક્યું કર્યું છે. 4 દિવસ પહેલાં જ દીપડીએ બાળકને ફાડી ખાતા વનવિભાગે પાંજરામાં પૂરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથના વેરાવળમાંથી દીપડીનું રેસ્કયું કરાયું છે. હસનાવદર ખાતેથી વનવિભાગ દ્વારા માનવભક્ષી દીપડીને પકડી પાંજરામાં પૂરવામાં આવી છે. મળતી માહિતી મુજબ 4 દિવસ પહેલાં જ બાળકને દીપડીએ પોતાનો શિકાર બનાવ્યો હતો. ત્યારબાદ વનવિભાગ એકશનમાં આવતા માનવભક્ષી દીપડીને પિંજરામાં પૂરવામાં આવી હતી.
દીપડીનું દિલધડક રેસ્ક્યું કરીને મેડિકલ ચેકઅપ માટે ખસેડવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓ પણ એકશનમાં આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:દ્વારકામાં આખલાના કારણે વૃદ્ધનું થયું મોત, સીસીટીવી આવ્યા સામે
આ પણ વાંચો:જામનગરમાં આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી તબીબ ઝડપાયો
આ પણ વાંચો:ગુજરાતમાં શિયાળાની ઋતુમાં ઉનાળા જેવો અનુભવ
આ પણ વાંચો:ઈડર એપીએમસી બજારમાં સતત 12 કલાકથી વધુ ચાલી રહેલું સર્ચ ઓપરેશન, રેશનિંગનાં ચોખાનો જથ્થો ઝડપાયો
