Gujarat Weather/ ગુજરાતમાં શિયાળાની ઋતુમાં ઉનાળા જેવો અનુભવ

શિયાળાની ઋતુમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. મિશ્ર ઋતુને કારણે લોકો દિવસે ઠંડી અને બપોરે ગરમી અનુભવી રહ્યાં છે. કેટલાંક જીલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી…

Top Stories Gujarat

Gujarat Weather News: રાજ્યમાં અત્યારે ઠંડીનો (Winter) અંતિમ તબક્કો પસાર થઈ રહ્યો છે. શિયાળાની ઋતુમાં ગરમી (Hot Weather)નો અનુભવ થઈ રહ્યો છે. મિશ્ર ઋતુને કારણે લોકો દિવસે ઠંડી અને બપોરે ગરમી અનુભવી રહ્યાં છે. કેટલાંક જીલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચું ગયું છે. રાજ્યના વિવિધ જીલ્લાઓમાં ઠંડી અને ગરમીનો એકસાથે અનુભવ કરતાં લોકો વાઈરલ ફીવરનો પણ શિકાર થઈ રહ્યાં છે.

After record rain, second fortnight of January forecast to be generally dry  and warm: Met Service - TODAY

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ મિશ્ર અસરો જોવા મળી રહી છે. કેટલાંક સ્થળોએ ઠંડીનું પ્રમાણ વધુ તો કેટલાંક સ્થળોએ ઓછું જોવા મળ્યું છે. એક જ ઋતુમાં બેવડા ફેરફારોથી લોકોના સ્વાસ્થ્ય પર તેની સીધી અસર પડી રહી છે. ડબલ સિઝનને કારણે લોકો સવારે ઠંડી તો બપોરે તાપ સહન કરવાનો વારો આવ્યો છે.

અમદાવાદમાં 19 ડિગ્રી, ડીસામાં 21 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. વડોદરામાં 20.6 ડિગ્રી, સુરતમાં 20 ડિગ્રી, રાજકોટ અને દ્વારકામાં 23 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો કચ્છ-ભુજમાં 20 ડિગ્રી જોવા મળી છે. તો અન્ય કેટલાય જીલ્લાઓમાં 20 ડિગ્રીથી ન્યૂનતમ તાપમાન નોંધાયું છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈડર એપીએમસી બજારમાં સતત 12 કલાકથી વધુ ચાલી રહેલું સર્ચ ઓપરેશન, રેશનિંગનાં ચોખાનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચો:Sugar Sector/ખરાબ વાતાવરણે બાજી બગાડી, દક્ષિણ ગુજરાતમાં સુગર સેક્ટરને લાગશે ફટકો

આ પણ વાંચો:RTO-Blacklisted/RTOની ધમાચકડીઃ રાજ્યમાં નવ લાખથી વધુ વાહનો બ્લેકલિસ્ટ