Asian Games 2023/ હોકી ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ… જાપાનને હરાવી ગોલ્ડ જીત્યો, પેરિસ ઓલિમ્પિકની ટિકિટ મળી

ભારતીય હોકી ટીમે એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મેચમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાનને 5-1થી હરાવ્યું હતું.

Top Stories Sports

Indian Hockey Team: ભારતીય હોકી ટીમે એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મેચમાં ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાનને 5-1થી હરાવ્યું હતું. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે સૌથી વધુ બે ગોલ કર્યા હતા. જ્યારે મનપ્રીત સિંહ, અભિષેક અને અમિત રોહિદાસે એક-એક ગોલ કર્યા હતા. જાપાન માટે એકમાત્ર ગોલ સેરેન તનાકાએ કર્યો હતો. આ જીત સાથે ભારતે આવતા વર્ષે પેરિસ ઓલિમ્પિકની ટિકિટ મેળવી લીધી છે.

પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમો તરફથી કોઈ ગોલ થઈ શક્યો નહોતો. લાંબી રાહ જોયા બાદ ભારત રમતની 25મી મિનિટે ગોલ કરવામાં સફળ રહ્યું હતું. ભારત માટે આ ગોલ મનપ્રીત સિંહે કર્યો હતો. હાફ ટાઈમ સુધી ભારત 1-0થી આગળ હતું. ત્યારબાદ ત્રીજા ક્વાર્ટરમાં ભારતે સતત બે ગોલ કર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત સિંહે 32મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. ત્યારબાદ ચાર મિનિટ બાદ (36મી મિનિટે) અમિત રોહિદાસે પણ પેનલ્ટી કોર્નર પરથી ગોલ કર્યો હતો.

આ પછી ચોથા ક્વાર્ટરમાં પણ ભારતે બે ગોલ કર્યા હતા. પ્રથમ 48મી મિનિટમાં અભિષેકે શાનદાર ફિલ્ડ ગોલ કર્યો હતો. જોકે, સેરેન તનાકાએ 51મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી સ્કોર 4-1 કરી દીધો હતો. ત્યારપછી હરમનપ્રીતે 59મી મિનિટે પેનલ્ટી કોર્નરથી શાનદાર ગોલ કરીને ભારતને 5-1થી શાનદાર જીત અપાવી હતી.

ભારતીય ટીમે એશિયન ગેમ્સમાં ચોથી વખત મેડલ જીત્યો છે. આ પહેલા તેણે 1966, 1998 અને 2014માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સિવાય ભારતીય હોકી ટીમે 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ પણ જીત્યા છે. વર્તમાન ફોર્મ અને વર્લ્ડ રેન્કિંગ પર નજર કરીએ તો ભારતીય ટીમ ગોલ્ડ મેડલની દાવેદાર છે.

પૂલ તબક્કામાં ભારતે 58 ગોલ કર્યા અને માત્ર 5માં હારનો સામનો કરવો પડ્યો. ભારતે સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 5-3થી હરાવ્યું હતું, પરંતુ ટીમ લયમાં દેખાતી ન હતી.પૂલ સ્ટેજમાં ભારતે જાપાનને 4-2થી હરાવ્યું હતું. બંને ટીમો 2013 થી અત્યાર સુધી 28 વખત સામસામે આવી છે, જેમાંથી ભારતે 23 મેચ જીતી છે. જ્યારે જાપાને ત્રણ મેચ જીતી હતી અને બે મેચ ડ્રો રહી હતી.



આ પણ વાંચો: RBI/ RBIની મોનેટરી પોલિસી જાહેર, જાણો તમારા ખિસ્સા પર તેની શું અસર થશે

આ પણ વાંચો: Vibrant CM/ ગુજરાતને રોકાણ ક્ષેત્રે વાઇબ્રન્ટ રાખવા સીએમ ભુપેન્દ્ર પટેલના ભગીરથ પ્રયત્નો

આ પણ વાંચો: Banaskantha/ રેલવે ટ્રેક ઓળંગવા જતા દાદા અને બે પૌત્રીઓના કરૂણ મોત