ગાંધીનગરઃ ગુજરાતને રોકાણ ક્ષેત્રે અગ્રેસર રાખવા સીએમ ભુપેન્દ્ર પટેલે ભગીરથ પ્રયત્નો આદર્યા છે. આના જ ભાગરૂપે તેમણે નવી દિલ્હીમાં 13 જેટલા અગ્રણી ઉદ્યોગકારો અને રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠકનો શુક્રવારે સવારે પ્રારંભ કર્યો છે. આમ જાન્યુઆરી 2024માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધરૂપે તેમણે તૈયારીઓ આદરી દીધી છે.

તેમણે સૌપ્રથમ સિઓલ સેમી કંડક્ટરના કંટ્રી હેડ ડી.જે.કીમ સાથે મુલાકાત કરી હતી. કંપનીએ વિશ્વસ્તરે ચોથા નંબરના સૌથી મોટા એલઇડી ઉત્પાદક તરીકે નામના મેળવી છે. સિઓલ સેમી કંડક્ટરના કન્ટ્રી હેડ સાથેની વાતચીતમાં સીએમ ભુપેન્દ્ર પટેલે તેમને ગુજરાત સેમી કંડક્ટર મેન્યુફેક્ચરિંગનું હબ બનવા સજ્જ થયું છે તેની વિગત આપી હતી. સીએમે તેમને જણાવ્યું હતું કે ગુજરાત દેશમાં સેમીકંડક્ટર પોલિસી લાવનારું સૌપ્રથમ રાજ્ય છે.

તેની સાથે-સાથે ગુજરાત સેમી કંડક્ટર મેન્યુફેક્ચરિંગનું હબ બનવા કઈ રીતે સજ્જ બન્યું તેની વિગતો આપી હતી. માઇક્રોન જેવી સેમી કંડક્ટર ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપનીએ તાજેતરમાં સાણંદ ખાતે પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યુ છે, તેની પણ આ બેઠકમાં ચર્ચા ધરવામાં આવી હતી.

આ સંદર્ભમાં સિઓલ સેમી કંડક્ટરના કન્ટ્રી હેડ ડી.જે. કીમે પણ ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ શરૂ કરવાની ઉત્સુકતા દર્શાવી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલે આ ઉપરાંત સેમી કંડક્ટર પોલિસી હેઠળ 2022થી 2027 હેઠળ કયા-કયા પ્રકારના પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. તેની સાથે સીએમએ સિઓલ સેમી કંડક્ટરના કન્ટ્રી હેડને વાઇબ્રન્ટ સમિટ 2024માં જોડાવવાનું પણ આમંત્રણ આપ્યું હતું.

આવી જ અન્ય બેઠકમાં સીએમ ભુપેન્દ્ર પટેલ બોરોસીલ લિમિટેડના એમડી શ્રીવર ખેરુકાને મળ્યા હતા. બોરોસીલ ગુજરાતમાં ભરૂચ ખાતે ઉત્પાદન એકમ ધરાવે છે એટલું જ નહી, 100 કરોડના રોકાણ સાથે ટ્યુબિંગ ફરનેસ પ્લાન્ટ સ્થાપવાની પણ જાહેરાત કરી છે. 2024 સુધીમાં તેમણે કુલ 624 કરોડની વિસ્તરણ યોજના હાથ ધરી હોવાનું સીએમ ભુપેન્દ્ર પટેલને જણાવ્યું હતું.

સીએમ સાથેની વાતચીતમાં તેમણે ગુજરાતે તાજેતરમાં જાહેર કરેલી ગુજરાત રીન્યુએબલ પોલિસી 2023 અત્યંત મહત્વની બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સીએમે તેમને વાઇબ્રન્ટ સમિટ 2024માં જોડાવવાનું આમંત્રણ આપ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 ગુજરાતને રોકાણ ક્ષેત્રે વાઇબ્રન્ટ રાખવા સીએમ ભુપેન્દ્ર પટેલના ભગીરથ પ્રયત્નો


આ પણ વાંચોઃ Rajkot Murder/ રાજકોટમાં યુવાનની છડે ચોક હત્યા, પૈસાની લેતીદેતીમાં મામલો બીચક્યાની સંભાવના

આ પણ વાંચોઃ Mumbai/ ગોરેગાંવમાં 7 માળની ઈમારતમાં ભીષણ આગ લાગી, 7 લોકોના મોત

આ પણ વાંચોઃ World Cup/ ભારતીય ટીમને મોટો ઝટકો, આ ઘાતક ખેલાડીને થયો ડેન્ગ્યૂ