@ચિરાગ મેઘા
Sabarkantha News: સાબરકાંઠાના ઈડર એપીએમસીમાં પુરવઠા વિભાગે પાડેલા દરોડાની કામગરીમાં સતત 12 કલાકથી પણ વધુ સમયથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઈડર એપીએમસીમાં પુરવઠા વિભાગે દરોડા પાડી સસ્તા અનાજનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પુરવઠા અધિકારીઓએ મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરી ઈડર એપીએમસીના ગોડાઉનમાં લાખો રૂપિયાના ચોખા મળી આવ્યા હતા. મોટી માત્રામાં શંકાસ્પદ ચોખાનો જથ્થો મળી આવતાં ચોખાની કાળાબજારી સામે આવી છે. તેને લઈ ઈડર માર્કેટ યાર્ડ ચેરમેન સહિત કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના સભ્યો સામે સવાલો ઉઠ્યા છે.
સાબરકાંઠા જીલ્લામાં થોડા દિવસો અગાઉ જ દાંતા તાલુકામાં પુરવઠા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે વધુ એક વખત સસ્તા અનાજને લઈ થતી ગેરરીતિઓ સામે મોડી રાતથી જીલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓએ સાબરકાંઠાના ઈડરના એપીએમસીમાં ધામા નાખ્યા છે. તપાસ અધિકારીઓને ઈડર એપીએમસીના ગોડાઉનમાંથી લાખો રૂપિયાના ચોખા મળી આવ્યા હતા. અધિકારીઓને આ ચોખાનો હિસાબ ન મળતાં ચોખાનો જથ્થો શંકાસ્પદ જણાયો હતો.
સતત 12 કલાકથી પણ વધુ સમયથી તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સર્ચ ઓપરેશન બાદ પુરવઠા વિભાગે શંકાસ્પદ ચોખાનો જથ્થો કબ્જે કર્યો છે. વેપારીઓ દ્વારા કરવામાં આવતી કાળાબજારીથી ઈડર માર્કેટ યાર્ડના ચેરમેન અને બજાર સમિતિના સભ્યો સામે સવાલો ઉઠ્યા છે. એક તરફ ગરીબી રેખા નીચે જીવતા લોકો સસ્તા અનાજથી પોતાનું જીવનનિર્વાહ કરી રહ્યાં છે, ત્યારે ગરીબોનો કોળિયો છીનવી લેતાં ભ્રષ્ટ વેપારીઓ સામે કડક પગલા લેવાય તેવી આશા છે.
આ પણ વાંચો:Sugar Sector/ખરાબ વાતાવરણે બાજી બગાડી, દક્ષિણ ગુજરાતમાં સુગર સેક્ટરને લાગશે ફટકો
આ પણ વાંચો:RTO-Blacklisted/RTOની ધમાચકડીઃ રાજ્યમાં નવ લાખથી વધુ વાહનો બ્લેકલિસ્ટ
આ પણ વાંચો:Heart Attack/વલસાડ : શહેરમાં એક કલાકમાં જ હાર્ટ અટેકથી 2ના મોત, હાર્ટએટેક બીમારી બની રહી છે જીવલેણ