Surat/ સુરત માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં રજુ કર્યો પોતાનો પક્ષ, કહ્યું…

વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી  સમયે રાહુલ ગાંધીના કેટલાક નિવેદનના આધારે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ફરિયાદ નોધાવી હતી.

Top Stories Gujarat Surat
આર્યન ખાન 4 સુરત માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં રજુ કર્યો પોતાનો પક્ષ, કહ્યું...
  • સુરત માનહાનિ કેસમાં સુનાવણી પૂર્ણ
  • રાહુલ ગાંધીએ કોર્ટમાં રજુ કર્યો પોતાનો પક્ષ
  • માનહાની કેસમાં રાહુલે કોર્ટમાં આપી હાજરી
  • પૂર્ણેશ મોદીએ નોંધાવી હતી ફરિયાદ
  • બે સાહેદની જુબાની અંગે રાહુલ ગાંધીનું નિવેદન લેવાયું
  • રાહુલે કોર્ટમાં કહ્યું હું આ વિશે કશુ જાણતો નથી
  • આવતીકાલે બંને પક્ષના વકીલને કોર્ટમાં બોલાવાયા
  • સુનાવણી બાદ રાહુલ ગાંધી થયા રવાના
  • ઇલેક્ટ્રોનિક એવિડન્સ માટે વધુ એક સાક્ષીને બોલાવાશે

આજ રોજ સુરત માનહાની કેસમાં રાહુલે કોર્ટમાં હાજરી આપી હતી. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી  સમયે રાહુલ ગાંધીના કેટલાક નિવેદનના આધારે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ફરિયાદ નોધાવી હતી. બે સાહેદની જુબાની અંગે રાહુલ ગાંધીનું નિવેદન લેવાયું હતું. જેમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું હું આ વિશે કશુ જાણતો નથી. આવતીકાલે બંને પક્ષના વકીલને કોર્ટમાં બોલાવાયા છે. સુનાવણી બાદ રાહુલ ગાંધી રવાના થયા છે. ઇલેક્ટ્રોનિક એવિડન્સ માટે વધુ એક સાક્ષીને બોલાવાશે.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહલુ ગાંધીએ તમામ મોદી ચોર છે, તેવું નિવેદન આપ્યું હતું. એક નિવેદન સામે માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે.

સુરત એરપોર્ટ પર રાહુલ ગાંધી પહોંચતા તેમના સ્વાગત માટે કોંગ્રેસના નેતાઓ રઘુ શર્મા, પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી,અર્જુન મોઢવડીયા સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા તો છેલ્લા બે દિવસથી સુરત આવી ગયા હતા.

IAS Transfer / નવી સરકારમાં IAS અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો, જાણો કોને ક્યાં મળ્યું ટ્રાન્સફર..

આરોપ / ડ્રગ્સ પાર્ટીમાં સામેલ દાઢીવાળો કોણ? નવાબ મલિકે કર્યો ખુલાસો અને શેર કર્યો વીડિયો