Analysis/ ભારત-મધ્ય પૂર્વ-યુરોપને જોડતો કોરિડોર શું છે? દેશના અર્થથંત્રને કેટલો થશે ફાયદો, જાણો…

ભારત-મધ્ય પૂર્વ યુરોપ ઇકોનોમિક કોરિડોરને લઈને આવનારા સમયમાં ભારત પશ્ચિમ એશિયા અને યુરોપ વચ્ચે આર્થિક એકીકરણનું માધ્યમ બનશે.

Top Stories India
For Vishal Jani 1 ભારત-મધ્ય પૂર્વ-યુરોપને જોડતો કોરિડોર શું છે? દેશના અર્થથંત્રને કેટલો થશે ફાયદો, જાણો…

ભારત-મધ્ય પૂર્વ યુરોપ ઇકોનોમિક કોરિડોરને લઈને આવનારા સમયમાં ભારત પશ્ચિમ એશિયા અને યુરોપ વચ્ચે આર્થિક એકીકરણનું માધ્યમ બનશે. પીએમ મોદીએ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ અને ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર પ્રોગ્રામ માટે પાર્ટનરશિપમાં ભાગ લીધો હતો ભારત-મધ્ય પૂર્વ યુરોપ ઇકોનોમિક કોરિડોરને લઈને પીએમ મોદીએ કહ્યું કે આવનારા સમયમાં ભારત પશ્ચિમ એશિયા અને યુરોપ વચ્ચે આર્થિક એકીકરણનું માધ્યમ બનશે. પીએમ મોદીએ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ અને ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર પ્રોગ્રામ માટે પાર્ટનરશિપમાં ભાગ લીધો હતો.

ભારતમાં આયોજિત G20 સમિટમાં ભારત મધ્ય પૂર્વ યુરોપની આર્થિક કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભારત,UAE, સાઉદી અરેબિયા, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને યુરોપિયન યુનિયન, ઇઝરાયેલ તેમજ જોર્ડન સહિત કુલ 8 દેશોને પણ આ પ્રોજેક્ટનો લાભ મળશે. આપને જણાવી દઈએ મુંબઈથી શરૂ થતો આ નવો કોરિડોર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ પહેલ નો વિકલ્પ હશે.
ભારત મિડલ ઈસ્ટ યુરોપ ઈકોનોમિક કોરિડોર 6 હજાર કિલોમીટર લાંબો હશે, જેમાં 3500 કિલોમીટરનો દરિયાઈ માર્ગ સામેલ છે.

લગભગ મે મહિનામાં સાઉદી અરેબિયામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક દરમિયાન ભારત, મધ્ય પૂર્વ અને અમેરિકા વચ્ચે જહાજ અને રેલ નેટવર્કનો મુદ્દો પ્રથમવાર સામે આવ્યો હતો. જેમાં આ કોરિડોર માટે ભારત, અમેરિકા, UAE, સાઉદી અરેબિયા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને યુરોપિયન યુનિયને કરારો કર્યા છે. આ કોરિડોરનું નિર્માણ પાણી અને રેલ્વે મારફતે વેપાર, ઉર્જા અને સંચાર ક્ષેત્રે ક્રાંતિ લાવશે. આ કોરિડોર ભારત અને યુરોપને નજીક લાવશે. ધંધો સસ્તો અને ઝડપી થશે.

ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોર બે ભાગમાં બનાવવામાં આવશે. પહેલો ભાગ ઈસ્ટર્ન કોરિડોર હશે, જે ભારત અને પશ્ચિમ એશિયાને જોડશે. બીજો ભાગ ઉત્તરીય કોરિડોર હશે, જે પશ્ચિમ એશિયાને યુરોપ સાથે જોડશે. તેનાથી દક્ષિણ પૂર્વ એશિયાથી યુરોપ સુધીનો વેપાર સરળ બનશે.

આ કોરિડોરના નિર્માણ પછી, ભારતથી યુરોપમાં માલસામાનના પરિવહનમાં લગભગ 40% સમયની બચત થશે. હાલમાં, ભારતમાંથી કોઈપણ કાર્ગોને શિપિંગ દ્વારા જર્મની પહોંચવામાં 36 દિવસ લાગે છે, હવે આ રૂટ 14 દિવસની બચત કરશે. યુરોપમાં સીધો પ્રવેશ મળવાથી ભારત માટે આયાત નિકાસ સરળ અને સસ્તી બનશે. યુરોપિયન યુનિયને 2021-27 દરમિયાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ માટે 300 મિલિયન યુરો ફાળવ્યા હતા. ભારત પણ તેનું ભાગીદાર બન્યું.
કોરિડોરના ફાયદાઓ
આ કોરિડોરના કેન્દ્રમાં ભારત રહેશે. આ લોજિસ્ટિક્સ, ઇન્ફ્રા અને કોમ્યુનિકેશન અને ગ્રીન હાઇડ્રોજનનું વિસ્તરણ કરશે. રોજગારીની નવી તકો અને નવી સપ્લાય ચેઈન ઊભી થશે. મેક ઈન ઈન્ડિયા, ભારતમાલા અને આત્મનિર્ભર ભારતમાં સહકાર હશે.

આ કોરિડોરને ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવનો જવાબ માનવામાં આવી રહ્યો છે. ભારત BRIનો ભાગ નથી. પાકિસ્તાન, કેન્યા, ઝામ્બિયા, લાઓસ, મોંગોલિયા ચીનના દેવાની જાળમાં ફસાયા છે. UAE અને સાઉદી અરેબિયાની ચીન સાથેની વધતી જતી નિકટતાનો પણ જવાબ આપવામાં આવશે.

આ પણ વાંચો :SpiceJet/સુપ્રીમ કોર્ટ દ્વારા થયેલ આદેશ બાદ સ્પાઈસજેટ ક્રેડિટ સુઈસને કરશે 1.5 મિલિયનનું ભૂગતાન

આ પણ વાંચો :scheme/મહિલાઓને આ રાજ્યમાં મળશે દર મહિને 1000 રૂપિયા, સરકારે બનાવી યોજના!

આ પણ વાંચો :ladakh/ચીનની હવે ખેર નથી,ભારત સરકારે ઉઠાવ્યો આ કદમ