ladakh/ ચીનની હવે ખેર નથી,ભારત સરકારે ઉઠાવ્યો આ કદમ

લદ્દાખમાં જ ફુકચે, દૌલત બેગ ઓલ્ડી અને ન્યોમામાં એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ છે, જ્યાં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ટેકઓફ અને લેન્ડ કરી શકે છે

Top Stories India
11 1 3 ચીનની હવે ખેર નથી,ભારત સરકારે ઉઠાવ્યો આ કદમ

 ભારતીય વાયુસેનાએ 3 વર્ષ પહેલા ડ્રેગનને પીછેહઠ કરવા મજબૂર કર્યો હતો. આ કેમ થયું તેની પાછળ  કારણ એ હતું કે થોડા જ સમયમાં શસ્ત્રો, દારૂગોળો, યુદ્ધમાં ઉપયોગમાં લેવાતી તમામ ચીજવસ્તુઓ, કેટલાંક મહિનાની લોજિસ્ટિક્સ સામગ્રી સાથે LAC સુધી પહોંચવાનું કામ કરવામાં આવ્યું હતું. સેનાને લદ્દાખથી ફાઇટર જેટ ઓપરેશન માટે ત્રીજો એરબેસ મળવા જઈ રહ્યો છે. ફાઈટર જેટ ઓપરેશન માટે ત્રીજું એરબેસ પૂર્વ લદ્દાખના ન્યોમામાં બનાવવામાં આવશે.

 

ત્રીજો એરબેઝ બનાવવામાં આવશે તે જગ્યા ચીનની સરહદથી માત્ર 35 કિલોમીટર દૂર હશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આવતીકાલે એટલે કે 12 સપ્ટેમ્બરે તેનો શિલાન્યાસ કરશે. માહિતી અનુસાર, તેનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન એટલે કે BRO દ્વારા કરવામાં આવશે.BRO સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, તે 218 કરોડ રૂપિયાના ખર્ચે લગભગ 3 વર્ષમાં તૈયાર થશે. હાલમાં, લેહ અને પરતાપુરમાં ફાઇટર જેટ માટે એરબેઝ છે. આ ઉપરાંત લદ્દાખમાં જ ફુકચે, દૌલત બેગ ઓલ્ડી અને ન્યોમામાં એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ છે, જ્યાં ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ટેકઓફ અને લેન્ડ કરી શકે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ન્યોમા એરબેઝ આ વર્ષના અંત સુધીમાં ફાઈટર જેટ્સની ઉડાન માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. ખાસ વાત એ છે કે આ એરબેઝ 14 હજાર ફૂટની ઉંચાઈ પર બનાવવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુનિયાનું સૌથી ઉંચુ એરબેઝ હશે.

Maharashtra/મહારાષ્ટ્રમાં અનામત મુદ્દે સરકાર બેકફૂટ પર,જાણો એકનાથ શિંદેએ શું લીધો નિર્ણય…