સુરતઃ ગુજરાતમાં ચાર મહાનગરોના મેયરની Surat Mayer આજે વરણી થવાની છે તેમા સુરતના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતાના નામની જાહેરાત થઈ ગઈ છે. દક્ષેશ માવાણીની સુરતના નવા મેયર તરીકે પસંદગી થઈ છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલની વરણી થઈ છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલના નામની જાહેરાત થઈ છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે શશીબેન ત્રિપાઠીના નામની જાહેરાત થઈ છે.
રાજકોટના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા શાસક પક્ષના નેતાની જાહેરાત થઈ ગઈ છે. રાજકોયના મેયર તરીકે નયનાબેન પેઢડિયાની નિમણૂક થઈ છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેન્દ્રસિંહ જાડેજાની નિમણૂક Surat Mayer થઈ છે, જ્યારે સ્ટેન્ડિગં કમિટીના ચેરમેન તરીકે જયમીન ઠાકર પસંદગી પામ્યા છે તો શાસક પક્ષના નેતા તરીકે લીલુ જાદવ નીમાયા છે.
ગુજરાતમાં ચાર મહાનગરોના મેયરની Surat Mayer આજે વરણી થવાની છે તેમા સુરતના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતાના નામની જાહેરાત થઈ ગઈ છે. હજી પણ બીજા બે શહેરોના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતાના નામની આજે જાહેરાત થશે.
આ પહેલા ગઇકાલે રાજ્યની સૌથી મોટી મહાનગર પાલિકા એવી અમદાવાદ મહાનગરપાલિકાને નવા મેયર અને પદાધિકારીઓ મળ્યા છે. આજે એટલે કે 9મી સપ્ટેમ્બરે નવા મહિલા મેયર મળ્યા છે. પૂર્વ મેયર કિરીટ પરમારનો કાર્યકાળ 9મી સપ્ટેમ્બરે પૂર્ણ થઈ ગયો છે. અમદાવાદના નવા મેયર તરીકે જાહેરાત કરવામાં આવી છે. શહેરના નવા મેયર તરીકે પ્રતિભા જૈનની નિમણૂક કરાઈ છે.
જ્યારે નવા ડેપ્યુટી મેયર તરીકે જતીન પટેલની વરણી Surat Mayer કરવામાં આવી છે. અમદાવાદના નવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરેમન તરીકે દેવાંગ દાણીની નિમણૂકને મંજૂરી અપાઇ છે. ગૌરાંગ પ્રજાપતિને સત્તાપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. પિન્કીબેન સોની વડોદરા શહેરના નવા મેયર બન્યા છે. તેમના ડેપ્યુટી તરીકે ચિરાગ બારોટ ચૂંટાયા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે શિતલ મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી છે.