Not Set/ કાશ્મીર : RS પુરામાં પકડાયા, અવંતીપોરામાં ઠાર મરાયા પાકિસ્તાની ધૂસપેઠીઆ આતંકી

પાકિસ્તાન ન સુધર્યું હતું અને ન સુધરશે. જ્યારેથી આમતો આતંકનું જનક પાકિસ્તાન પહેલેથી જ આપણું અવળચંડુ પડોશી છે. અને તેમાં પણ જ્યારથી 370 હટાવામાં આવી છે, પાકિસ્તાન દિશા હીન થઇ ગયું હોય તેમ ભારતમાં આતંક ફેલાવવાનો અને આતંકીઓને કોઇ પણ ભોગે ભારતમાં ઘૂસણખોરી કરાવવાનો પાકિસ્તાનનો નેશનલ એજન્ડા બની ગયો છે. આ નાં જ ભાગ રૂપે […]

Top Stories India
editorial 0 કાશ્મીર : RS પુરામાં પકડાયા, અવંતીપોરામાં ઠાર મરાયા પાકિસ્તાની ધૂસપેઠીઆ આતંકી

પાકિસ્તાન ન સુધર્યું હતું અને ન સુધરશે. જ્યારેથી આમતો આતંકનું જનક પાકિસ્તાન પહેલેથી જ આપણું અવળચંડુ પડોશી છે. અને તેમાં પણ જ્યારથી 370 હટાવામાં આવી છે, પાકિસ્તાન દિશા હીન થઇ ગયું હોય તેમ ભારતમાં આતંક ફેલાવવાનો અને આતંકીઓને કોઇ પણ ભોગે ભારતમાં ઘૂસણખોરી કરાવવાનો પાકિસ્તાનનો નેશનલ એજન્ડા બની ગયો છે.

આ નાં જ ભાગ રૂપે આજે પણ પાકિસ્તાન દ્વારા પોતાનાં લખણો ઝળકાવવામાં આવ્યા અને જમ્મુ કાશ્મીરમાં ધૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ભારતીય સેના દ્વારા પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી લાવામાં આવ્યા છે. કાશ્મીરનાં આર.એસ. પુરા સેક્ટરમાંથી ઘૂસણખોરોને BSFનાં જવાનોએ ઘૂસણખોર કરી રહ્યા હતા ત્યારે ધરપકડ કરી છે.

આપણ વાંચો : “હમશે ટક્કર” – આમ ઉભી પૂછડીએ ભાગ્યા ઘૂસપેઠીયા પાકિસ્તાની આતંકી

પાકિસ્તાન ધૂસણખોરી કરાવવામાં માટે જ સીમા પર સીઝફાયરનો વારંવાર ઉલ્લંઘન કરે છે અને સેનાની ઇનપુટ અનુસાર સીમા પર આજે પણ અનેક આતંકી ઘૂસણખોરીની ફીરાકમાં છે. ત્યારે આજે ફરી જમ્મૂ કાશ્મીરમાં  સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ નોંધવામાં આવી છે. અવંતીપોરામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં સેનાના જવાનોએ આતંકવાદીને ઠાર માર્યો હોવાનું સામે આવી રહ્યું છે.

આપણ વાંચો : રાજનાથનો પાકિસ્તાન પર હુમલો, અમને ખલેલ પહોંચાડનારાને શાંતિથી નહીં બેસવા દઈએ

પાકિસ્તાનને એક વાતનો બિલકુલ ધડો લેવા જેવો છે. કે તમો નહીં સુધરો તો અમે મારવામાં કોઇ કસર રાખીશું નહીં. ભારત પહેલા હુમલો કરતું નથી, પરંતુ હુમલો જો કોઇ દ્વારા કરવામાં આવે તો, ઇતિહાસ હુમલાવરોનાં હાલ કેવા થયા છે તેની ગવાહી આપે જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.