IND vs SL/ પ્રથમ T20માં ભારતે શ્રીલંકાને 62 રને હરાવી ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી

લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T20માં ભારતે શ્રીલંકાને 62 રને હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે

Top Stories Sports
7 29 પ્રથમ T20માં ભારતે શ્રીલંકાને 62 રને હરાવી ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી

લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ T20માં ભારતે શ્રીલંકાને 62 રને હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં બે વિકેટે 199 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરમાં છ વિકેટે 137 રન જ બનાવી શકી હતી.

ભારત તરફથી બેટિંગમાં ઈશાન કિશને સૌથી વધુ 89 અને શ્રેયસ અય્યરે અણનમ 57 રન બનાવ્યા હતા. બોલિંગમાં ભુવનેશ્વર કુમાર અને વેંકટેશ અય્યરે બે-બે વિકેટ લીધી હતી. તે જ સમયે, શ્રીલંકા તરફથી ચરિથ અસલંકાએ અણનમ 53 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો.

ટીમ ઈન્ડિયાએ પ્રથમ રમત રમીને શ્રીલંકાને 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી મળેલા વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુલાકાતી ટીમની શરૂઆત સારી રહી ન હતી. પથુમ નિસાંકા પહેલા જ બોલ પર આઉટ થયો હતો. આ પછી શ્રીલંકાની ટીમ રિકવર કરી શકી ન હતી અને નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી.

આ દરમિયાન જેનિથ લિયાંગે 11, કમલ મિશ્રા 13 અને દિનેશ ચાંદીમલ 10 રન બનાવીને આઉટ થયા હતા. જોકે ચરિથ અસલંકા એક છેડે ઊભો હતો, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો.

અસલંકાએ 47 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી અણનમ 53 રન બનાવ્યા હતા. જયારે દુસાન શનાકા માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો. અંતમાં ચમિકા કરુણારત્નેએ 14 બોલમાં 21 રન અને દુષ્મંથા ચમીરાએ 14 બોલમાં 24 રન બનાવ્યા હતા. પરંતુ આ બંને પોતાની ટીમ માટે હારનું માર્જિન જ ઘટાડી શક્યા.

ભારત તરફથી ભુવનેશ્વર કુમારે બે ઓવરમાં 9 રન આપીને બે વિકેટ ઝડપી હતી. બીજી તરફ વેંકટેશ અય્યરે 3 ઓવરમાં 36 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ સિવાય યુઝવેન્દ્ર ચહલ અને રવિન્દ્ર જાડેજાને એક-એક સફળતા મળી હતી.