Not Set/ VIDEO : એશિયા કપ : મેચ દરમિયાન ભારતીય સમર્થકોએ મલિકને કહ્યું “જીજુ”, પછી શું થયું જુઓ આ વીડિયોમાં

દુબઈ, યુએઈમાં રમાઈ રહેલા એશિયા કપમાં રવિવારે રમાયેલા મુકાબલામા ભારતીય ટીમે સતત બીજીવાર પાકિસ્તાનને હારનો સ્વાદ ચખાડ્યો હતો. એક બાજુ જ્યાં ભારતીય ટીમે આ જીત સાથે જ ફાઈનલમાં પોતાની એન્ટ્રી પાકી કરી છે, ત્યારે કટ્ટર હરીફ પાકિસ્તાનની ટીમ પોતાની હારનો બદલો લેવામાં નિષ્ફળ રહી છે. આ હાઈવોલ્ટેજ મુકાબલામાં સમર્થકોને રોહિત શર્મા અને શિખર ધવન દ્વારા ફટકારવામાં […]

Trending Sports Videos
INDvPAK VIDEO : એશિયા કપ : મેચ દરમિયાન ભારતીય સમર્થકોએ મલિકને કહ્યું "જીજુ", પછી શું થયું જુઓ આ વીડિયોમાં

દુબઈ,

યુએઈમાં રમાઈ રહેલા એશિયા કપમાં રવિવારે રમાયેલા મુકાબલામા ભારતીય ટીમે સતત બીજીવાર પાકિસ્તાનને હારનો સ્વાદ ચખાડ્યો હતો. એક બાજુ જ્યાં ભારતીય ટીમે આ જીત સાથે જ ફાઈનલમાં પોતાની એન્ટ્રી પાકી કરી છે, ત્યારે કટ્ટર હરીફ પાકિસ્તાનની ટીમ પોતાની હારનો બદલો લેવામાં નિષ્ફળ રહી છે.

આ હાઈવોલ્ટેજ મુકાબલામાં સમર્થકોને રોહિત શર્મા અને શિખર ધવન દ્વારા ફટકારવામાં આવેલા ચોક્કા અને છક્કાની રમઝટ જોવા મળી હતી, ત્યારે બીજી બાજુ આ મેચમાં એક એવી ઘટના બની કે ત્યારબાદ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે.

ભારતીય ક્રિકેટ ફ્રેન્ડસ મલિકમેં “જીજુ” કહીને બોલાવ્યા

આ વાઈરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ભારત સામેની મેચ દરમિયાન પાકિસ્તાનની ટીમના અનુભવી બેટ્સમેન શોએબ મલિક જયારે બાઉન્ડ્રી પર ઉભા હોય છે ત્યારે, ભારતીય ક્રિકેટ ફેન્સ “જીજુ” કહીને બોલાવતા નજરે જોઈ શકો છો.

જો કે ત્યારબાદ શોએબ મલિક ભારતીય ફેન્સ જોઈ હસતા હસતા હાથ બતાવતા જોઈ શકાય છે.

મહત્વનું છે કે, પાકિસ્તાન ટીમના સ્ટાર બેટ્સમેન શોએબ મલિકે ભારતીય ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા છે. ત્યારથી જ ભારતીય ક્રિકેટ ફેન્સ તેઓને જીજુ કહીને બોલાવતા આવ્યા છે.