Not Set/ કર્ણાટક : બસ કેનાલમાં પડતા ચાર બાળકો સહિત ૨૫ લોકોના મોત, ડેપ્યુટી સીએમએ જતાવ્યું દુઃખ

કર્ણાટકમાં માંડ્યા નજીક શનિવારે વીસી નહેરમાં એક બસ ખાબકી જતા ઘટનાસ્થળે ૨૫ લોકોના મોત થયા છે.  મરનારામાં ચાર બાળકો પણ શામેલ હતા.હાલ રાહત અને બચાવકામગીરી શરુ છે. Karnataka: At least 15 people died after the bus they were in, fell into VC canal near Mandya earlier today. The death toll is likely to rise. pic.twitter.com/1fFs4z7tOI— […]

Top Stories India Trending
bus કર્ણાટક : બસ કેનાલમાં પડતા ચાર બાળકો સહિત ૨૫ લોકોના મોત, ડેપ્યુટી સીએમએ જતાવ્યું દુઃખ

કર્ણાટકમાં માંડ્યા નજીક શનિવારે વીસી નહેરમાં એક બસ ખાબકી જતા ઘટનાસ્થળે ૨૫ લોકોના મોત થયા છે.  મરનારામાં ચાર બાળકો પણ શામેલ હતા.હાલ રાહત અને બચાવકામગીરી શરુ છે.

કર્ણાટકના ઉપ મુખ્યમંત્રીએ ૨૫ લોકોના મૃત્યુ અંગે  દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે મને વિશ્વાસ છે કે ડ્રાઈવર યોગ્ય રીતે બસ ચલાવી રહ્યો નહતો. જો કે આ આખા મામલાની તપાસ કરાવીશ.

સુત્રોના જણાવ્યા પ્રમાણે પાંડવપુરા તાલુકમાં કંગનમારદી ગામમાં એક બસ નહેરમાં પડી ગઈ છે.૨૦ ડેડબોડીને બહાર કાઢી દેવામાં આવી છે.

સ્થાનિકોના કહેવા પ્રમાણે આ નહેરની આજુબાજુ કોઈ સુરક્ષાત્મ્ક દીવાલ નહતી જેને લીધે આ દુર્ઘટના થઇ હોય તેવું લાગી રહ્યું છે.એએનઆઈ પર બતાવેલા વિડીયોમાં જોઈ શકો છો કે નહેરમાં પડેલા લોકોને દોરડા વડે કાઢવામાં આવી રહ્યા છે.