Entertainment/ મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની…………

Top Stories Breaking News Entertainment
Image 32 1 મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ

Entertainment News: મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની SIT દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અભિનેતા ‘ખાન ધ લાયન બુક એપ’ નામની સટ્ટાબાજીની એપ સાથે જોડાયેલો હતો. આ કેસમાં મુંબઈ પોલીસ એસઆઈટીએ અગાઉ તેની પૂછપરછ કરી હતી. અભિનેતાએ જામીન માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં ઘણા કલાકારોના નામ સામે આવ્યા છે. ત્યારે આ યાદીમાં સાહિલ ખાનનું નામ પણ સામેલ થઈ ગયું છે. અભિનેતાને છત્તીસગઢથી કસ્ટડી લઈ મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. તે લોટસ બુક 24/7 નામની બેટિંગ એપ્લિકેશન વેબસાઇટમાં ભાગીદાર છે, જે મહાદેવ સટ્ટાબાજી એપ્લિકેશન નેટવર્કનો એ કભાગ છે.

તેના પર લાયન બુક એપને પ્રમોટ કરવાનો અને તેના કાર્યક્રમોમાં હાજરી આપવાનો આરોપ છે. સાહિલ ખાને એપના પ્રચાર માટે પોતાના સેલિબ્રિટીપણાનો ઉપયોગ કર્યો હતો. તે સેલિબ્રિટીઓને બોલાવતો અને ભવ્ય પાર્ટીઓનું આયોજન કરતો. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં પોલીસ આ કેસમાં વધુ મહત્વની માહિતી મળી શકે છે.

Sahil Khan Arrested: એક્ટર સાહિલ ખાનની ધરપકડ, મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં  મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી. - SATYA DAY

અભિનેતા સાહિલ ખાન તેની ફિટનેસ માટે જાણીતો છે. તેણે એક્સક્યુઝ મી અને સ્ટાઈલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, તે કંઈ ખાસ ઉકાળી શક્યો નથી. બાદમાં તેણે ઈન્ડસ્ટ્રી છોડી દીધી. ત્યારપછી તેની ફિટનેસ જર્ની શરૂ થઈ અને તે ફિટનેસ ઈન્ફ્લુએન્સર બની ગયો. અભિનેતા ડિવાઇન ન્યુટ્રિશન નામની કંપની ચલાવે છે, જે ફિટનેસ સપ્લીમેન્ટ્સ વેચે છે.

અભિનેતાએ ફેબ્રુઆરીમાં તેના બીજા લગ્ન વિશે ખુલાસો કરતા કહ્યું હતું કે રશિયામાં તેની સગાઈ બાદ તેણે મિલેના સાથે લગ્ન કર્યા છે. સાહિલ ખાન મિલેના કરતા 26 વર્ષ મોટો છે. લગ્ન બાદ તેની જિંદગી બદલાઈ ગઈ છે. તે ખૂબ નાની હોવા છતાં ખૂબ જ હોશિયાર છે. એટલી સકારાત્મક છે અને મને(સાહિલ) ખુશ રાખે છે.

અગાઉ અભિનેતાએ 2004માં ઈરાનમાં જન્મેલી અભિનેત્રી નિગાર ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના માત્ર એક વર્ષ બાદ જ બંને એકબીજાથી છૂટાછેડા લઈ લીધાં હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:2 રૂપિયાના યોગદાનથી બનેલી ‘મંથન’ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે વર્લ્ડ પ્રિમિયર

આ પણ વાંચો:પ્રસિદ્ધ અભિનેત્રીએ નિર્માતા પર હેરાનગતિનો આરોપ મૂકતાં ખળભળાટ

આ પણ વાંચો:ફેમસ મોડેલ છઠ્ઠા બાળકને જન્મ આપવા માંગે છે, ત્રણ લગ્ન પછી છુટાછેડા