Russia-Ukraine war/ યુક્રેન-પોલેન્ડ બોર્ડર પર 50 ભારતીયો ફસાયા,પોલેન્ડ સરકારે પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ,જાણો

આ 50 ભારતીયોની સ્થિતિ કપરી થઇ છે. ખાધા પીધા વિના યુક્રેન અને પોલેન્ડ સરહદ પર અટવાઇ ગયા છે,હવે તેઓ યુક્રેન પરત જઇ શકતા નથી અને પોલેન્ડમાં એન્ટ્રી પર ર પ્રતિબંધ હોવાથી તેમની હાલત દયનીય બની છે. 

Top Stories India
  • યુક્રેન-પોલેન્ડ બોર્ડર પર ફસાયા 50 ભારતીયો
  • 50 પૈકી 15 ગુજરાતીઓ પણ ફસાયા
  • યુક્રેનથી પોલેન્ડ બોર્ડર પહોંચ્યા હતા લોકો
  • પોલેન્ડમાં કોઈ સંબંધી હોય તો જ એન્ટ્રીની વાત
  • 50 લોકોને પોલેન્ડમાં પ્રવેશવા ન દેવાયા
  • ખાધા પીધા વિના યુક્રેન-પોલેન્ડ બોર્ડર પર છે લોકો
  • યુક્રેન પરત જઈ શકતા નથી
  • પોલેન્ડમાં પ્રવેશવા દેતા નથી

ગુરૂવારે રશિયાએ યુક્રેન સાથે યુદ્વ શરૂ કરી દેતા પરિસ્થિતિ વણસી છે,યુક્રેનમાં  16 હજાર જેટલા ભારતીયો ફસાયેલા છે, ભારત સરકારે ભારતીય નાગરિકોને કાઢવા માટે સતત સક્રીય છે ત્યારે એક નવી સમસ્યાનો સામને આવી છે ,યુક્રેન-પોલેન્ડ સરહદ પર 50 જેટલા ભારતીયો ફસાયા છે.આ લોકોને સરકાર તરફથી જે સૂચનો મળ્યા હતો તે પ્રમાણે નાગરિકો સરહદ પર પહોંચ્યા હતાં પરતું પરિસ્થિતિ વધુ પેચીદી બની હતી ,પોલેન્ડ સરકારે હવે જો તમારા સંબધી હોય તો જ દેશમાં પ્રવેશવાની વાત કરતા હાલ ભારતીયોની સ્થિતિ વધુ કફોડી બની છે,આ 50 ભારતીયોની સ્થિતિ કપરી થઇ છે. ખાધા પીધા વિના યુક્રેન અને પોલેન્ડ સરહદ પર અટવાઇ ગયા છે,હવે તેઓ યુક્રેન પરત જઇ શકતા નથી અને પોલેન્ડમાં એન્ટ્રી પર ર પ્રતિબંધ હોવાથી તેમની હાલત દયનીય બની છે.