Not Set/ જોર્ડન : ભયાનક પૂરના લીધે ૨૧ના મોત, મોટાભાગના મૃતક હતા સ્કુલ ટ્રીપ પર આવેલા બાળકો

અમન જોર્ડનમાં મુશળધાર વરસાદના પગલે પૂરની સ્થિતિ ઉભી થઇ છે. પશ્ચિમ ક્ષેત્રમાં ડેડ સી (મૃત સાગર)ની પાસે અંદાજિત બાળકો સહિત ૨૧ લોકોના મોત થયા અને 35 ઈજાગ્રસ્ત થયા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક બાળકો મોટાભાગે સ્કુલના વિદ્યાર્થીઓ હતા તેઓ અહી સ્કુલની ટ્રીપ માટે આવ્યા હતા. સ્કુલ ટ્રીપ માટે આવેલી આખી બસ પૂરના પાણીમાં વહી ગઈ […]

Top Stories World Trending
merlin 145868793 99ef2afa 6486 43c0 a034 5e6c4f57ea36 jumbo જોર્ડન : ભયાનક પૂરના લીધે ૨૧ના મોત, મોટાભાગના મૃતક હતા સ્કુલ ટ્રીપ પર આવેલા બાળકો

અમન

જોર્ડનમાં મુશળધાર વરસાદના પગલે પૂરની સ્થિતિ ઉભી થઇ છે. પશ્ચિમ ક્ષેત્રમાં ડેડ સી (મૃત સાગર)ની પાસે અંદાજિત બાળકો સહિત ૨૧ લોકોના મોત થયા અને 35 ઈજાગ્રસ્ત થયા છે.

Image result for jordan flood

સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક બાળકો મોટાભાગે સ્કુલના વિદ્યાર્થીઓ હતા તેઓ અહી સ્કુલની ટ્રીપ માટે આવ્યા હતા. સ્કુલ ટ્રીપ માટે આવેલી આખી બસ પૂરના પાણીમાં વહી ગઈ હતી. આ બાળકો જોર્ડનની રાજધાની અમનની સ્કુલના વિદ્યાર્થીઓ હતા.

Image result for jordan flood

જોર્ડનના નાગરિક રક્ષા વિભાગે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે, કારણ કે ઘણાં લોકો ગુમ છે.

A child survivor is helped as residents and relatives gather outside a hospital near the Dead Sea [Muhammad Hamed/Reuters]

 

ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અલ-બશીર-પબ્લિક હોસ્પીટલના ડોકટરે જણાવ્યું હતું કે ઘાયલ થેયલા વિદ્યાર્થીઓના મોટા ભાગે હાડકા તૂટી ગયા છે ઘણાયને ગંભીર ઈજા પહોચી છે.

નાગરિક રક્ષા વિભાગે કહ્યું કે, તે અત્યાર સુધી બસમાંથી દશ સ્ટુડન્ટ્સને જ બચાવવામાં સફળ રહ્યા છે અને વિભાગે સંકેત આપ્યા છે કે, મૂશળાધાર વરસાદ યથાવત રહી શકે છે.

merlin 145865565 262398c5 7f78 48e1 9f7a 1f93605cfea3 articleLarge જોર્ડન : ભયાનક પૂરના લીધે ૨૧ના મોત, મોટાભાગના મૃતક હતા સ્કુલ ટ્રીપ પર આવેલા બાળકો

હજુ સુધી એ બહાર પાડવામાં નથી આવ્યું કે, તમામ મૃતકોની ગણના કરવામાં આવી છે કે નહીં જોર્ડન શિક્ષા મંત્રાલયે સંકેત આપ્યો છે કે, તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે કે, સ્કૂલ બસને ખરાબ હવામાનના કારણે યાત્રાની પરવાનગી ન હતી છતાં બસ આ વિસ્તારમાં કેવી રીતે પહોંચી ગઈ.

Image result for jordan flood

આ દુર્ઘટના મામલે જોર્ડનના કિંગ અબ્દુલ્લાએ શુક્રવારે ટ્વીટ કર્યું હતું.

તેમણે કહ્યું છે કે આ દુર્ઘટનાન એલીધે હું ઘણો ઉદાસ છુ. મને ગુસ્સો એ વાતનો આવે છે કે આ દુર્ઘટનાને રોકી શકાય તેમન હતી તેમ છતાં શા માટે કોઈ યોગ્ય પગલા લેવામાં ન આવ્યા ?

મારા વિશાળ કુટુંબમાંથી વ્યક્તિ ગુમાવવાનું મને ઘણું દુઃખ છે. જે દુઃખ મૃતકના પરિવારને થઇ રહ્યું છે તે જ દુઃખ હું અનુભવી રહ્યો છુ.