Not Set/ વાવાઝોડાનાં પગલે 10 જીલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર : સરકાર

ગુજરાત ઉપર ભયંકર વાવાઝોડા વાયુનો ખતરો મંડરાય રહ્યો છે અને 13 તારીકે વાયુ સૌરાષ્ઠનાં દરિયા કિનારે જમીન પર ટકરાશે તેવી શક્યતા જોવામા આવી રહી છે. તો હવામાન ખાતા દ્રારા વાયુ વાવાઝોડાનાં કારણે અનેક જીલ્લામાં ભારે પવન અને વરસાદ કહેર ઉતારશે તેવી આગાહી પણ કરવામા આવી છે. ત્યારે સરકાર દ્રારા પણ વાયુનો સામનો કરવા તમામ તૈયારી […]

Top Stories Rajkot Gujarat Others
625914 rupani vijay 061617 વાવાઝોડાનાં પગલે 10 જીલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર : સરકાર

ગુજરાત ઉપર ભયંકર વાવાઝોડા વાયુનો ખતરો મંડરાય રહ્યો છે અને 13 તારીકે વાયુ સૌરાષ્ઠનાં દરિયા કિનારે જમીન પર ટકરાશે તેવી શક્યતા જોવામા આવી રહી છે. તો હવામાન ખાતા દ્રારા વાયુ વાવાઝોડાનાં કારણે અનેક જીલ્લામાં ભારે પવન અને વરસાદ કહેર ઉતારશે તેવી આગાહી પણ કરવામા આવી છે. ત્યારે સરકાર દ્રારા પણ વાયુનો સામનો કરવા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. તમામ જીલ્લા આને સંભવિત અસરની જગ્યા પર NDRF સહિતની બચાવ અને રાહત ટીમોએ પોતાનો મોરચો સંભાળી લીધો છે.

188303 rupani gujarati વાવાઝોડાનાં પગલે 10 જીલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર : સરકાર

સંભવિત વાયુ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓની શાળા-કોલેજોમાં 12અને 13 જૂન દરમ્યાન રજા રાખવા નો નિર્ણય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી વાવાઝોડા સમીક્ષા બેઠક માં કરવામાં આવ્યો છે. આ 10 જિલ્લામાં પોરબંદર, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર, દ્વારકા, જામનગર, મોરબી, જૂનાગઢ, અમરેલી અને કચ્છ જીલ્લાઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીની સુરક્ષાને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્રારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.