Not Set/ અમરેલી/ જીરાના પાકમાં રોગ આવતા, ખેડૂતોની કિસ્મત પર લાગ્યું ગ્રહણ

અમરેલી જિલ્લામાં ગત સીઝનમાં વધારે પડેલા વરસાદને કારણે ખેડૂતોને તલ સહિતના પાકમાં ભારે નુકશાન થયું હતું અને ત્યારબાદ આ તલ સહિતના પાકને કાઢી શિયાળાની સીઝનમાં જીરાનું પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું પરંતુ આ જીરાના પાકમાં વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે રોગ આવતા, ખેડૂતોની કિસ્મત પર પણ જાણે ગ્રહણ લગાડી દીધું હોય તેવું લાગી રહ્યું છે. […]

Gujarat Others
jiru અમરેલી/ જીરાના પાકમાં રોગ આવતા, ખેડૂતોની કિસ્મત પર લાગ્યું ગ્રહણ
અમરેલી જિલ્લામાં ગત સીઝનમાં વધારે પડેલા વરસાદને કારણે ખેડૂતોને તલ સહિતના પાકમાં ભારે નુકશાન થયું હતું અને ત્યારબાદ આ તલ સહિતના પાકને કાઢી શિયાળાની સીઝનમાં જીરાનું પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું પરંતુ આ જીરાના પાકમાં વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે રોગ આવતા, ખેડૂતોની કિસ્મત પર પણ જાણે ગ્રહણ લગાડી દીધું હોય તેવું લાગી રહ્યું છે.
અમરેલી જિલ્લાના ખેતરોમાં જીરાનો પાક લહેરાઈ રહ્યો છે. પરંતુ આ જીરાના પાકમાં રોગનું ગ્રહણ લાગ્યું છે. વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે જીરાના પાકમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. ગત ચોમાસામાં તલ સહિતના પાકમાં નુકશાન થતા તે તલના પાકને ખેંચી શિયાળુ સીઝનમાં જીરાના પાકનું પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું.
પરંતુ આ જીરાના પાકમાં પણ રોગચાળો ફાટી નીકળતા ખેડૂતોને લમણે હાથ દઈને વિચારતો કરી દીધો છે. આ જીરાના પાકમાં ત્રણ પ્રકારનો રોગ જોવા મળી રહ્યો છે. જીરાના પાકમાં કાળિયો, લીલો સુકારો અને વાતાવરણને કારણે થિપ્સ અને ગાળા નામનો રોગ ખેડુતોનુ પાકને નુકશાન પહોંચાડી રહ્યો છે. આ કાળીયો અને લીલો સુકારો ખેડૂતોના પાકને ઉભો સુકાવી નાખે છે. તેમજ થિપ્સ અને ગળા નામનો રોગ જીરાના પાકને ચૂસી લે છે અને એક પણ દાણો થવા દેતો નથી જેથી ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ ખેડૂતો પાકને બચાવવા માટે દવાઓનો છટકાવ પણ કરી રહ્યા છે. પરંતુ આ દવાઓથી પણ ખેડૂતોના પાક પર કોઈ પણ જાતનો નિયંત્રણ કરી શકાતો નથી. ખેડૂતોને 3 દિવસે દવાઓ છાટી રહ્યા છે. જેથી ખેડૂતોને મોટો ખર્ચ થઈ રહ્યો છે. દવાઓથી નિયંત્રણ ન થતા ખેડૂતો દવા કંપનીઓ સામે પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
અનેક એગ્રો અને દવાઓની દુકાનો માંથી લાવીને ખેડૂતો દવાઓ લાવીને છાટી રહ્યા છે. તેમ છતાં પણ ખેડૂતોના જીરાના પાકમાં થતો રોગ જેમ નો તેમ છે. અને દવા કંપનીઓ પર સરકાર નિયંત્રણ લાવે તેવી માંગ કરી રહ્યા છે.
ખેડૂતનું કહેવું છે કે આ રોગચાળાને કારણે ખેડૂતોના જીરાના પાકને નુક્શાન થઇ રહ્યું છે. અને પાક નિષ્ફળ થઇ રહ્યો છે. ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર અથવા કોઈ સંસ્થા દ્વારા ઉત્પાદનના ખોટા આંકડા ન બતાવવા આવે.  ખેડૂતોને નાણાકીય નુકશાની થઇ શકે છે. ખોટા આંકડાથી માર્કેટમાં ભાવ ઘટી જાય છે અને ખેડૂતો શરૂઆતમાં જ પાક વેચી નાખે છે અને ખેડૂતોને ખોટ જાય છે. અને બાદમાં સાચા આંકડા બતાવવામાં આવે છે. જેથી ખેડૂતોને નુકશાન થાય છે. ત્યારે સાચા આંકડા બતાવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.