Not Set/ #ગાંઘીનગર કોરોનાને કારણે ગુંગણાયું; ફરી આવ્યા 9 પોઝિટીવ કેસ , કુલ આંક સદીની નજીક

ગુજરાતનું પાટનગર ગાંધીનગર પણ કોરોનાનાં કહેરમાં જાણે સપડાઇ પડ્યુ હોય તેવી રીતે ગુજરાતમાં મહાનગરો સિવાયના નગરોમાં કોરોનાનાં પોઝિટીવ કેસમાં મોખરે રહેવાની રેસમાં ઉતર્યુ હોય તેટલા નવા કોરોના પોઝિટીવ કેસ સાથે આગળ વઘી રહ્યું હોય તેવુ જણાઇ રહ્યું છે. જી હા ગાંધીનગર શહેર અને જીલ્લામાંથી આજે પણ અધધધ 9 નવા કેસ નોંધવામાં આવતા તંત્રની ચિંતામાં વધારો […]

Gujarat
020ad3899a55a28b0e3c73a6681386b0 1 #ગાંઘીનગર કોરોનાને કારણે ગુંગણાયું; ફરી આવ્યા 9 પોઝિટીવ કેસ , કુલ આંક સદીની નજીક

ગુજરાતનું પાટનગર ગાંધીનગર પણ કોરોનાનાં કહેરમાં જાણે સપડાઇ પડ્યુ હોય તેવી રીતે ગુજરાતમાં મહાનગરો સિવાયના નગરોમાં કોરોનાનાં પોઝિટીવ કેસમાં મોખરે રહેવાની રેસમાં ઉતર્યુ હોય તેટલા નવા કોરોના પોઝિટીવ કેસ સાથે આગળ વઘી રહ્યું હોય તેવુ જણાઇ રહ્યું છે. જી હા ગાંધીનગર શહેર અને જીલ્લામાંથી આજે પણ અધધધ 9 નવા કેસ નોંધવામાં આવતા તંત્રની ચિંતામાં વધારો જોવામાં આવી રહ્યો છે, 

ગાંધીનગરનાં કુડાસણમાં 3 પોઝિટીવ કેસ નોંધવામાં આવ્યા છે આ પોઝિટીવ કેસમાં ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. આ ત્રણેય મહિલીની ઉમર ક્રમશ 89, 59 અને 54 વર્ષની હોવાનું સામે આવી રહ્યું છે. ગાંધીનગરનાં કલોલમાં 2 પુરૂષોનો કોરોના પોઝિટીવ કેસમાં સમાવેશ થાય છે જેની 37 અને 39 વર્ષની ઉંમર હોવાનું સામે આવે છે. ગાંધીનગરનાં નાના ચિલોડા ખાતે 2 પુરુષ ઉમર વર્ષ 18 અને 45નો કોરોના પોઝિટીવ નોંધવામાં આવ્યો છે, તો સાથે જ રાંદેશન ગામ માં એક 27 વર્ષની મહિલાનો કોરોના પોઝિટીવ આવ્યો છે.  

વાત કરવામાં આવે ગાંધીનગર શહેરની તો શહેરનાં સેક્ટર 24 માં એક મહિલા જેની ઉંમર 30 વર્ષની છે તેમનો કોરોના પોઝિટીવ આવ્યો છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં આમ કુલ  કુલ 9 કેસ પોઝિટીવ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે જો આજ ગતીથી ગાંધીનગરમાં પોઝિટિવ કેસ નોંધવામાં આવશે તો, પોઝિટીવ કેસનો આંકડોએક કે બે દિવસ માં જ 100ને પણ  ક્રોસ કરા જશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન