Not Set/ મારા બનેવીએ મને બળજબરીથી પકડી કાતરથી મારા વાળ કાપી, મો કાળુ કર્યું હતું : સગીરાની ફરિયાદ 

સગીરાના બાળ લગ્ન કરાવવામાં આવ્યા હતા. આથી બાળ લગ્ન અંગે પણ પોલીસ ફરિયાદ નોધાઈ છે. તો સાથે યુવતી સગીર વયની હોવાથી તેને ભગાડી તેની સાથે શારીરિક સબંધ બાંધનારા યુવક સામે પણ પોસ્કોની ફરિયાદ નોંધાઈ.

Gujarat Others Trending
માથે મુંડન બનેવીએ મને બળજબરીથી પકડી કાતરથી મારા વાળ કાપી,
  • તાલિબાની સજા મામલે પોલીસ હરકતમાં 
  • પોલીસે 35 માંથી 23 લોકોની કરી છે ધરપકડ કરી સાંજે હારીજ કોર્ટમાં રજૂ કર્યા છે
  • હારીજ સિવિલ કોર્ટ દ્વારા 23 લોકોના જમીન ના મંજુર કર્યા.

પાટણ જિલ્લાના હારીજમાં પ્રેમ કરવાની જાણે કે યુવતી ભૂલ કરી બેઠી હોય તેમ તાલિબાની સજા યુવતીને આપવામાં આવી હોવાનો વીડિયો ફરતો થયો હતો. વીડિયોમાં જે હદે યુવતી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે તે જોઇને એક સમયે આપણું હૃદય પણ કંપી ઉઠે. પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મોઢું કાળું કરવામાં આવ્યું હતું, માથે મુંડન કરવામાં આવ્યું અને માથા પર ગરમ દેવતા મૂકી વાદી વસાહતમાં ફેરવવામાં આવી હતી. આ મામલે પોલીસ હરકતમાં આવી છે. સગીરાને આકરી સજા આપનારા 35 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી 23 લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેઓને આજે સાંજે હારીજની સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવતા તમામ 23 લોકોના જમીન ના મંજુર કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તમામ 23 લોકોને પાટણની સુજનીપુર ની સબજેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

ભગાડી જનારા યુવક સામે પણ ફરિયાદ
આ ઘટનાને લઈ સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સગીરાએ ગામલોકો વિરૂદ્ધ તેમજ યુવતી સગીર વયની હોવાથી તેને ભગાડી જનારા યુવક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગ્રામલોકો દ્વારા સગીરાના બાળ લગ્ન કરાવવામાં આવતા તેની પણ ફરિયાદ નોંધાઈ છે જ્યારે યુવતી સગીર હોવા છતા તેને ભગાડી જનારા યુવકે તેની સાથે શરીર સબંધ બાંધતા તેની સામે પણ પોસ્કોની ફરિયાદ નોંધાઈ છે.

Complaints were registered against more than 37 persons who severely  punished Sagira in Patan's Harij | પાટણના હારીજમાં સગીરાને આકરી સજાનો  વીડિયો વાઈરલ થયા બાદ કાર્યવાહી, 37થી વધુ સામે ...

સજા અપાવવામાં સગીરાના પિતા પણ સામેલ હતા
આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જે યુવતી પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. તે યુવતી સગીરવયની છે અને તેને નજીકમાં રહેતો વિપુલ બળવંત ફુવલાદી પ્રેમ સબંધમાં ભગાડી ગયો હતો. જેથી મનદુઃખ રાખી ગામલોકોએ સામાજીક રીતે સજા આપવાનું નક્કી કર્યુ હતું. સજા અપાવવામાં સગીરાના પિતા પણ સામેલ હતા તેમજ તમામ આગેવાનોએ મંડળી રચી સગીરાને તેમજ વિપુલ ફુલવાદીને ગામમાં ચોકમાં ભેગા કર્યા હતા.

સગીરાના માથાના વાળ કાપી નાખ્યાં
સગીરાના બનેવી તળશી ફુલવાદીએ સગીરાને બળજબરી પૂર્વક નીચે જમીન ઉપર બેસાડી હતી અને સગીરાના બનેવી ઉપરાંત બાબુ ફુલવાદી, ત્રિવભોવન ફુલવાદી, રમેશ ફુલવાદી, હલામણ ફુલવાદીએ કાતરથી સગીરાના માથાના વાળ કાપી નાખ્યાં હતા. તેમજ અરવિંદ ફુલવાદી અને ભલા ફુલવાદીએ સગીરાને કોથળો પહેરાવ્યો હતો. આ ઉપરાંત બાબુ લાલજી ફુલવાદીએ સગીરાનું કાળું મોઢું કર્યુ હતું. તેમજ બાકીના લોકોએ ઉશ્કેરણી કરી સગીરા અને વિપુલનું ગામમાં સરઘસ કાઢ્યું હતું. આરોપીઓએ યુવતી સગીરવયની હોવા છતા આત્મારામ ફુલવાદી સાથે બાળ લગ્ન કરાવી ગુનો કર્યો હતો.

દિવાળીના બે દિવસ અગાઉ ડાકોર ગયા હતા
સગીરાએ ફરિયાદમાં જણાવ્યું કે, મારી સગાઈ અમારા ગામના અને હાલ મહેસાણા ખાતે મજૂરી કરતાં એક વ્યક્તિ સાથે થઈ છે. ત્યારે મને અમારા ગામમાં રહેતા વિપુલ બળવંત ફુલવાદી સાથે દોઢેક વર્ષથી પ્રેમ સબંધ થયો હતો. જેથી અને બન્ને જણા દિવાળીના બે દિવસ અગાઉ રાત્રે ઘરેથી નીકળી ડાકોર ખાતે ગયા હતા. ત્યાથી અમોને અમારા સમાજના લોકોએ પકડી હારીજ વાદી વસાહત ખાતે લઈ આવ્યાં હતા.

વાળ કાપી કંતાનનો કોથળો પહેરાવ્યો
અમે બન્ને પ્રેમ સબંધમાં ભાગી ગયા હોવાથી અમારા સમાજના આગેવાન પોપટ ફુલવાદી, મશરૂ ફુલવાદી, ઢોલા ફુલવાદી, જામફળ ફુલવાદી, કનુ ફુલવાદી, સમજુ ફુલવાદી તમામે ભેગા મળી અમોને સમાજની રીતે સજા આપવાનું નક્કી કર્યું હતું. ત્યારે 10-11ના રોજ સાંજે મને તેમજ વિપુલ બન્ને ગામમાં ચોકમાં લઈ ગયા હતા. ગામના ચોકમાં ઉપરોક્ત જણાવેલા તમામ લોકો તેમજ અન્ય લોકો હાજર હતા.

સગીરા અને પ્રેમીનું ગામમાં ફુલેકૂ ફેરવાયું
ઉપરોક્ત જણાવેલા લોકોએ ગ્રામ લોકોને જણાવ્યું કે, આ લોકોએ પ્રેમ સંબંધમાં ભાગી ગયા હતા જેથી આપણે તેને સજા આપવાની છે. ત્યારબાદ મારા બનેવીએ મને બળજબરીથી પકડી નીચે બેસાડી દીધી હતી. તેમજ અન્ય લોકોએ હાથમાં કાતર લઈ બળજબરી પુર્વક મારા વાળ કાપી નાખ્યા હતા અને કંતાનનો કોથળો મને પહેરાવ્યો હતો. ત્યારબાદ મારૂ મોઢું કાળુ કરવામાં આવ્યું હતું. જે બાદ એક માટીનું માટલું ફોડી તેમાં અંગારા ભરી માટલું મારા માથના ભાગે રાખી મારા પર અત્યાચાર ગુજાર્યો હતો. ત્યારબાદ વિપુલ અને મને અમને ગામમાં ફેરવવામાં આવ્યાં હતા.

ગામમાં ફુલેકૂ કાઢ્યાં બાદ બાળલગ્ન કરાવ્યા
ગામમાં અમારૂ ફુલેકૂ કાઢ્યાં બાદ ગામમાં મારી જેની સાથે સગાઈ થઈ હતી તેના ઘરે લઈ જઈ સમાજના રીતી રીવાજ મુજબ મારા લગ્ન કરાવવામાં આવ્યાં હતા. મારી સગાઈ જેની સાથે થઈ હતી તેઓ મહેસાણા રહેતા હોવાથી મને ત્યા મુકી ગયા હતા. આ અંગે સગીરાએ ઉપરોક્ત તમામ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમજ સગીરાએ વિપુલ ફુલવાદી ભગાડી ગયો હોવાથી અને તેની સાથે શરીર સબંધ બાધ્યો હોવાથી તેના વિરૂદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સગીરાએ વિપુલ વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમે દિવાળીના બે દિવસ અગાઉ રાત્રે ઘરેથી ભાગી ગયા હતા અને અમે ડાકોર ખાતે ગયા હતા. જ્યાં ધર્મશાળામાં અમે રોકાયા હતા. જ્યા વિપુલે મારી સાથે શરીર સબંધ બાધ્યો હતો. જ્યારબાદ ગામના લોકોએ અમને પકડી પાડ્યા હતા અને ગામમાં વિપુલના વાળ કાપી અને તેનું પણ મોઢુ કાળુ કર્યુ હતું.

પાટણની ધારપુર હોસ્પિટલમાં મહિલા બાળ અને કલ્યાણ મંત્રીએ સગીરાને રૂબરૂ મળી સાંત્વના પાઠવી

પાટણના હારિજમાં સગીરા સાથે થયેલા અમાનુંષિ બનાવના ધેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે શનિવારના રોજ મહિલા બાળ અને કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે મેડિકલ માટે લવાયેલી સગીરાને રૂબરૂ મળી સાંત્વના આપી હતી. તેમજ તેના હેલ્થ ચેકઅપનાં રિપોર્ટ જાણી નાબાલિકને રક્ષણ મળી રહે તે માટે તેણીને CWCમાં મૂકવામાં આવશે તેવું જણાવી આ મામલે દોષિતોની સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમજ સમાજમાં ફરીથી આવાં બનાવ ન બને તે માટે સમાજના આગેવાનોને શિક્ષિત બનવા અપીલ કરી હતી.

પાટણની ધારપુર હોસ્પિટલમાં મહિલા બાળ અને કલ્યાણ મંત્રીએ સગીરાને રૂબરૂ મળી સાંત્વના પાઠવી

મહિલા બાળ અને કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલની મુલાકાત સમયે જિલ્લા કલેક્ટર સુપ્રિતસિઘ ગુલાટી, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, ધારપુર હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો મનિષ રામાવત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ધટનાને પગલે પોલીસ દ્વારા યુવતીને મેડિકલ પરિક્ષણ માટે ધારપુર હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક તપાસમાં યુવતી સંપૂર્ણ પણે સ્વસ્થ હોવાનું ધારપુર હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો મનિષ રામાવતે જણાવ્યું હતું. તેમજ જણાવ્યું કે, સ્પેશ્યલ મેડિકલ તપાસ હાલમાં ચાલી રહી છે.

પ્રદૂષણ / દિલ્હીમાં આંશિક લોકડાઉન, જાણો કેટલા દિવસ માટે શું રહેશે બંધ…