Not Set/ ભારત સહિત વિશ્વભરમાં કોરોનાનાં કેસ અને મોતનાં આંકથી ફેલાયો ડરનો માહોલ

વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના કેસ સમગ્ર વિશ્વમાં વધીને 18.45 કરોડ થઇ ગયા છે. આ મહામારીનાં કારણે કુલ 39.9 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

Top Stories Trending
11 163 ભારત સહિત વિશ્વભરમાં કોરોનાનાં કેસ અને મોતનાં આંકથી ફેલાયો ડરનો માહોલ

વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના કેસ સમગ્ર વિશ્વમાં વધીને 18.45 કરોડ થઇ ગયા છે. આ મહામારીનાં કારણે કુલ 39.9 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 3.25 અબજ કરતા વધારે લોકોને વેક્સિન મળી ગઇ છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. બુધવારે સવારે યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) એ તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે તાજેતરનાં વૈશ્વિક કેસો, મૃત્યુઆંક અને વહીવટી વેક્સિનોની સંખ્યા અનુક્રમેઃ 18,45,36,711, 39,91,598 અને 32,53,108,271 છે.

11 164 ભારત સહિત વિશ્વભરમાં કોરોનાનાં કેસ અને મોતનાં આંકથી ફેલાયો ડરનો માહોલ

સિક્રેટ મિશન પર દિલીપ કુમાર / જ્યારે દિલીપ કુમારને સરકારે સિક્રેટ મિશન પર મોકલ્યા હતા પાકિસ્તાન, જાણો શું હતી અભિનેતાની મહત્વની ભૂમિકા

દુનિયામાં નોંધાયા જાણો કેટલા કોરોનાનાં કેસ

CSSE અનુસાર, અમેરિકા કોરોનાથી વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે, જ્યા કોરોનાનાં કેસ અને મોતનો આંક અનુક્રમે, 3,37,46,275 અને 6,05,903 છે. વિશ્વમાં ભારત કોરોના સંક્રમણનાં કેસમાં, 3,06,19,932 મામલાની સાથે બીજા સ્થાન પર છે. સીએસએસઈનાં ડેટા મુજબ, 30 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં બ્રાઝિલ (1,88,55,015), ફ્રાંસ (58,52,599), રશિયા (55,91,030), તુર્કી (54,49,464), યુકે (49,75,620), આર્જેન્ટિના (45,74,340), કોલમ્બિયા (44,02,582) છે ), ઇટાલી (42,64,704), સ્પેન (38,80,612), જર્મની (37,39,575) અને ઈરાન (32,86,923) છે. બ્રાઝિલ 5,26,892 કેસ સાથે કોરોનાથી થયેલા મૃત્યુનાં મામલામાં બીજા નંબર પર આવી ગયુ છે. અમેરિકા આજે પણ મોતનાં મામલે પ્રથમ નંબર પર છે. ભારતમાં (4,03,281), મેક્સિકો (2,33,689), પેરુ (1,93,389), રશિયા (1,37,005), યુકે (1,28,532), ઇટાલી (1,27,704), ફ્રાંસ (1,11,420) અને કોલમ્બિયા (1,10,019) માં 1,00,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

11 165 ભારત સહિત વિશ્વભરમાં કોરોનાનાં કેસ અને મોતનાં આંકથી ફેલાયો ડરનો માહોલ

દુઃખદ અવસાન / દિલીપકુમારનાં નિધન પર PM એ શોક વ્યક્ત કર્યો, કહ્યુ- તેમને હંમેશા યાદ રાખવામાં આવશે

ભારતમાં નોંધાયા જાણો કેટલા કોરોનાનાં કેસ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા છેલ્લા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 43,733 નવા લોકોને કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા છે. સતત બે દિવસ બાદ આજે દૈનિક કેસમાં વધારો થયો છે. મંગળવારે દેશમાં 34,703 નવા કેસ નોંધાયા હતા, જે 17 માર્ચ પછીનો સૌથી નીચો આંકડો છે. 17 માર્ચે ભારતમાં કોરોનાનાં 35,871 કેસ નોંધાયા હતા. 25 જૂનનાં રોજ ભારતે ત્રણ કરોડનાં કેસને પાર કર્યા અને હવે આ સાથે કેસની કુલ સંખ્યા 3,06,63,665 પર પહોંચી ગઈ છે.આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કારણે 930 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાં ઘણા દિવસો પછી વધારો જોવા મળ્યો છે. આ પહેલા મંગળવારે લગભગ 90 દિવસમાં સૌથી ઓછા મૃત્યુ નોંધાયા હતા. ગઈકાલે દેશમાં 553 દર્દીઓનાં મોત નીપજ્યાં હતા. 6 એપ્રિલ પછી આ સંખ્યા સૌથી ઓછી છે. 6 એપ્રિલનાં રોજ 630 મોત નોંધાયા હતા. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 23 મે નાં રોજ બીજી લહેર દરમ્યાન સૌથી વધુ 4,454 લોકોનાં મૃત્યુ નોંધાયા હતા. હવે દેશમાં કુલ મૃત્યુઆંક વધીને 4,04,211 પર પહોંચી ગયો છે.