Not Set/ દિલીપકુમારનાં નિધન પર PM એ શોક વ્યક્ત કર્યો, કહ્યુ- તેમને હંમેશા યાદ રાખવામાં આવશે

આજે બોલિવૂડનાં દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું નિધન થયુ છે. તેમનુ 98 વર્ષની ઉંમરે અવસાન થયુ છે. તેમના નિધનનાં સમાચારથી નેતા-અભિનેતા સહિત સમગ્ર દેશને મોટો ઝટકો લાગ્યો છે.

Top Stories Entertainment

આજે બોલિવૂડનાં દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું નિધન થયુ છે. તેમનુ 98 વર્ષની ઉંમરે અવસાન થયુ છે. તેમના નિધનનાં સમાચારથી નેતા-અભિનેતા સહિત સમગ્ર દેશને મોટો ઝટકો લાગ્યો છે. તેમના નિધન પર વડાપ્રધાન મોદી અને ગુજરાતનાં મુખ્યમંત્રી રૂપાણીએ શોક વ્યક્ત કર્યો છે.

માસ્ટરસ્ટ્રોક / મોદી સરકારે બનાવ્યુ નવુ મંત્રાલય, જાણો શું છે નામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનાં નિધન અંગે શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “તેઓ એક સિનેમેટિક લેજેન્ડ તરીકે યાદ કરવામાં આવશે.” તેમને અપ્રતિમ પ્રતિભાનો આશીર્વાદ મળ્યો હતો, જેના કારણે પેઢીનાં પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તેમના મૃત્યુથી આપણી સાંસ્કૃતિક દુનિયાને એક નુકસાન છે.

Tokyo Olympics / ગોલ્ફર ઉદયન માને ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય

દિલીપકુમારનાં નિધન પર બોલિવૂડનાં મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચનેે પણ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યુ કે, ‘એક સંસ્થા ચાલી ગઈ. જ્યારે પણ ભારતીય સિનેમાનો ઇતિહાસ લખવામા આવશે ત્યારે તે હંમેશાં ‘દિલીપકુમાર પહેલાં અને દિલીપકુમાર પછી’ લખવામાં આવશે. તેમના આત્માની શાંતિ માટે મારી પ્રાર્થના અને પરિવારને આ નુકસાન સહન કરવાની શક્તિ.’

‘ટ્રેજેડી કિંગ’ નું નિધન / અભિનેતા દિલીપકુમારે હિન્દુજા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

હિન્દી સિનેમાનાં દિગ્ગજ કલાકાર દિલીપકુમારનું નિધન થઇ ગયુ છે. બોલિવૂડમાં ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા દિલીપકુમાર 98 વર્ષનાં હતા. છેલ્લા કેટલાક દિવસોથી દિલીપકુમારની તબિયત સતત બગડી રહી હતી. દિલીપકુમારને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપકુમારનાં મોતને કારણે બોલિવૂડમાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. દિલીપ કુમારનાં અવસાન પર અનેક હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. દિલીપ કુમારે આજે સવારે સાડા સાત વાગ્યે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.