Rajkot News/ જસદણમાં બની હૃદય કંપી ઘટના, કાંટાની વાડમાં મળી આવ્યું નવજાત બાળક

જસદણમાં એક એવી ઘટના બની જેને બધા લોકોને વિચારવા પર મજબૂર કરી દીધા. એક અવાવરુ જગ્યા પર બે કલાકથી બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો હતો.

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News:રાજકોટના જસદણ શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જસદણના ગંગા ભુવન વિસ્તારમાં મુખ્ય ઉદ્યાનના એકાંત ભાગમાં એક નવજાત બાળક મળી આવ્યું હતું.આ જગ્યા પરથી બાળકના રડવાનો અવાજ લગભગ બે કલાકથી આવી રહ્યો હતો , જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.

આ અવાજ સાંભળીને શરૂઆતમાં, લોકો સમજી શક્યા નહીં કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે. ત્યારે  કેટલાક લોકો ભેગા થઈને એકાંત સ્થળે પહોંચ્યા, જ્યાં તેમણે કાંટા વચ્ચે પડેલું એક નવજાત બાળક રડતું જોયું. આ દ્રશ્ય એટલું હૃદયદ્રાવક હતું કે લોકો ભેગા થઈ ગયા અને મદદ માટે દોડી ગયા.

આ સમગ્ર ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ (Police) અને 108ને કરવામાં આવી હતી. જાણ થતા જ આ બંને ટીમો થોડીવાર પછી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, અને બાળકને સારવાર માટે જસદણ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) લઈ જવામાં આવ્યું હતું.

જ્યાં જસદણ સિવિલ હોસ્પિટલમાં બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પરંતુ તેની હાલત વધુ ખરાબ થતાં, ડોક્ટરોએ નવજાત બાળકને (Child) 108 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યુ હતું , જ્યાં હાલ તેની વધુ સારવાર ચાલી રહી છે.આ બનાવથી આસપાસના લોકો રોષે ભરાયા છે. આટલી ક્રૂરતા કોણે કરી અને નવજાત બાળકને કાંટાળા તારની વાડમાં ફેંકી દીધું? લોકોએ તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હાલ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં માતાએ બે દીકરીને ગળેફાંસો આપી કર્યો આપઘાત, કારણ હજુ પણ અકબંધ

આ પણ વાંચો:રાજકોટ: માજી શ્રમ મંત્રી તથા માજી પાલિકા પ્રમુખનું નિધન

આ પણ વાંચો:રાજકોટ મનપા કમિશનર તરીકે હર્ષદ પટેલની પસંદગી, સીટી એન્જિનિયરની ભરતી પડતી મુકાઈ