- અરવલ્લીમાં LCB એ ઝડપેલા દારૂની હેરાફેરી
- દારૂની અન્ય કારમાં થઈ હેરાફેરી
- SPની ઓફિસ પાછળથી આઈસરમાંથી દારૂ ભરાયો
- પોલીસ કર્મીના સંબંધીના કારમાં લઈ જવાયો દારૂ
- પોલીસની કાર્યવાહીને બદલે પોલીસનો દારૂનો વેપાર
ગાંધીના ગુજરાતમાં દારૂ પીવાય ખરો, વેચાય પણ ખરો, પણ પીતા કે વેચતા પકડાવવું એ ગુનો બને છે. દારૂ પી ને છાકટા બનેલા પોલીસકર્મીના વિડીયો પણ ઘણી વાર સોશિયલ મીડિયામાં વાઈરલ થતા જોયા હશે. દારૂ વેચાણમાં ભાગીદારી કે બુટલેગરોને છાવરતા પોલીસ અધિકારી વિષે પણ વાંચ્યું હશે. ગુજરાતમાં અવારનવાર પોલીસ દ્વારા મોટીમાત્રામાં દારૂ ઝડપી પાડવામાં આવે છે. અને પરંતુ શું ક્યારેય પોલીસ મથકમાંથી દારૂ પોલીસ દ્વારા દારૂ વેચાતો જોયો છે. જીહા આજે અમે આપણે એક એવા પોલીસ મથક વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જયાં જીલ્લા LCB દ્વારા ઝડપી પાડવામાં આવેલા દારૂને પાછલા બારણેથી વેચવામાં આવી રહ્યો છે. એ પણ જીલ્લા પોલીસવડા ની ઓફીસની પાછળ અને એ પણ મોટી ટ્રક ભરીને.

પ્રાપ્ત વિગતો અનુસાર arvalli જીલ્લા પોલીસવાદની કચેરીમાં પાછળના ભાગેથી આઈસરમાં દારુ ભરવામાં આવ્યો હતો. જો કે આ દારૂ જીલ્લા LCB દ્વારા જપ્ત કરવામાં આવેલો સરકારી અમાનત હતી. જેને સ્થાનિક મળતિયા પોલીસકર્મી દ્વારા હેરાફેરી કરવામાં આવી રહી હતી. આઇસરમાં લઇ જવામાં આવેલો દારુ પાછળથી અન્ય પોલીસ કર્મીના સગાની કારમાં સિફટ કરવામાં આવ્યો હતો.
અહીં પોલીસ દ્વારા જ ઝડપી પાડવામાં આવેલા દારૂ પોલીસ દ્વારા જ સગેવગે કરવામાં આવી રહ્યો છે. દારૂ કેસમાં પોલીસની કાર્યવાહીને બદલે શું પોલીસ જ આ દારૂનો વેપાર કરી રહી છે. ? જેવા સવાલ હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે. અત્યાર સુધી તો પકડેલો દારૂ પેટ ભરીને પોલીસ ઢીચતી હોવાની વાતો લોકમુખે ચર્ચાનો વિષય હતો. તેની જગ્યાએ હવે પોલીસ જ પકડેલો દારૂ વેચી રહી હોવાની ચર્ચા ચગડોળે ચઢી છે.
Political / ભાજપના પૂર્વ કોર્પોરેટરને બગાવતીસુર પડ્યા મોંઘા, પાર્ટીએ કર્યા સસ્પેન્ડ
ઉલ્લેખનીય છે SP કચેરી પાછળથી આઇસરમાં ભરવામાં આવેલો દારૂ પોલીસ સગાની કારમાં ઉતારવામાં આવ્યો હતો. અને આ કાર ખાડામાં પલટી ખાઈ ગઈ હતી. અને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. મોડાસા રૂરલ પોલીસે ખાડામાં પડેલી કારમાંથી દારૂ જપ્ત કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ કેસમાં મોડાસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બે LCB પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. SP સંજય ખરાતે કડક કાર્યવાહીના આદેશ કર્યા છે. દારૂ ભરેલી કાર ખાડામાં પાડ્યા બાદ ભાંડો ફૂટ્યો હતો
