Gujarat News : સોમવારથી રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. તાપમાન છેલ્લા 3 દિવસથી વધતા ઠંડીથી આંશિક રાહત મળી છે. ગરમ પવનો ફુંકાતા હાલમાં ઠંડીમાં ઘટાડો થયો છે. પરંતુ આગાહી મુજબ સોમવારથી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ જશે. તાપમાનમાં ત્રણ દિવસ બાદ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી ઠંડીની શરૂઆત થશે અને ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધીમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે.
તે સિવાય માવઠાનું સંકટ ગુજરાતમાં ફરી તોળાઈ રહ્યું છે. ગઈકાલે સાબરકાંઠા અને આજે બનાસકાંઠામાં વરસાદ આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દરમિયાનઆગાહીકાર રમણિક વામજાએ પણ એક જ મહિનામાં બે માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે. 7 થી 10 ડિસેમ્બર હવામાનમાં પલટાની સંભાવના છે. ઉપરાંત હળવો વરસાદ આવી શકે છે. તે સિવાય 23 થી 27 ડિસેમ્બર પણ વરસાદ આવી શકે છે.
કમોસમી વરસાદ આવવાની ફરી એકવાર આગાહી કરવામાં આવી છે. આ આગાહી અંબાલાલ પટેલે કરી છે. જેમાં 6થી 8 ડિસેમ્બર આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે. સાથે જ રાજ્યમાં 8 થી 18 ડિસેમ્બર વચ્ચે માવઠાની શક્યતા છે. રાજ્યમાં 27 અને 28 ડિસેમ્બર કડકડતી ઠંડીનો અનુભવ થશે. તો જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાનો છે. જેના કારણે છ જાન્યુઆરી સુધીમાં ફરીથી વાદળછાયું વાતાવરણ રહેશે.
ગુજરાતના વિવિધ ભાગોમાં ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠું થઈ શકે છે. દીવ, દમણ અને દાદરા નગર હવેલી સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન શુષ્ક રહ્યું હતું. ઉત્તરપૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં સિસ્ટમ આવી છે. જેને પગલે જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે. 11 અને 12 જાન્યુઆરી બાદ પણ ઠંડીનો ચમકારો અનુભવાશે, 26 નવેમ્બર બાદ લઘુતમ તાપમાન 16 ડિગ્રી આસપાસ અને ત્યારબાદ 17 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
સૌરાષ્ટ્રના રાજકોટ સહિત કેટલાક વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે, એની આગાહી અંબાલાલ પટેલે કરી છે. જ્યારે ઉપસાગરમાં નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ચક્રવાત સર્જાય તેવી પણ શક્યતા છે. જો કે તેની સીધી અસર ગુજરાત પર ઓછી રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ સાથે રાજ્યમાં ઠંડીમાં પણ વધઘટ જોવા મળી શકે છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાંથી પશ્ચિમી વિક્ષેપોની અસર પણ દેખાઈ શકે છે. જેના કારણે હવામાન વારંવાર બદલાઈ શકે છે.
તાજેતરમાં આવેલા બે ચક્રવાતોએ ભારતમાં ચિંતા વધારી છે. ચક્રવાત Ditwah અને નબળા પડી રહેલા Senyar ની સંયુક્ત અસરથી દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વ્યાપક અને ભારે વરસાદ પડશે., એવો હવામાન નિષ્ણાતોનો મત છે. દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનની સ્થિતિ બગડવાના સંકેતો વધુ તીવ્ર બન્યા છે.
બંગાળની ખાડીમાં એક ઊંડા દબાણ ગુરુવારે વધુ ગોઠવાયું અને ચક્રવાત Ditwah માં પરિવર્તિત થયું.હવામાન વિભાગની આગાહી અનુસાર, બંગાળની ખાડીમાં બનેલું સેન્યાર સેન્યાર નબળું પડવા લાગ્યું છે. જો કે, હજુ વાવાઝોડાનો ખતરો ટળ્યો નથી. એક વાવાઝોડું નબળું પડ્યું ત્યાં ભારત તરફ બીજું દિતવાહ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બે વાર દિતવાહ વાવાઝોડું લેન્ડફોલ કરી શકે છે. આ સંભવિત ખતરનાક સિસ્ટમને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાગે ચક્રવાત પહેલા ચેતવણી જારી કરી છે.
આ ચક્રવાત પુડુચેરી ,ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં 30 નવેમ્બર સુધી ગંભીર હવામાનની ચેતવણી આપવામાં આવી છે. ચક્રવાત Ditwah અને નબળા પડી રહેલા Senyar ની સંયુક્ત અસરોને કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા વધી ગઈ છે. બંગાળની ખાડીમાં ઊંડો દબાણ દિટવાહમાં તીવ્ર બન્યું છે, અને ઉત્તરી તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશ માટે ચેતવણી જારી કરવામાં આવી છે.
શ્રીલંકાના દરિયાકાંઠાને પાર કર્યા પછી, ચક્રવાત દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં આગળ વધશે. 30 નવેમ્બરની સવાર સુધીમાં તે ઉત્તરી તમિલનાડુ, પુડુચેરી અને નજીકના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા સુધી પહોંચવાની અપેક્ષા છે. નિષ્ણાતોની આગાહી છે કે ચક્રવાત સમુદ્ર ઉપર ઉપર તરફ જશે અને તમિલનાડુના દરિયાકાંઠાની સમાંતર આગળ વધશે.
આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
આ પણ વાંચો:રાજ્યમાં આ વર્ષે વધુ ઠંડી પડવાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

