Ahmedabad News : બાવળા વિસ્તારના નાગરિકો દરરોજ અનુભવતા અતિ ગંભીર ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાને લઈને ધારાસભ્ય ધારાસભ્ય કનુ પટેલ સાણંદ-બાવળા ચોકડીની સ્થળ મુલાકાત લીધી હતી. જેમાં તેમણે તાત્કાલિક ઉકેલ લાવવા માટે ટ્રાફિક વિભાગના અધિકારીઓ તથા બાવળા નગરપાલિકાના પ્રમુખ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
લાંબા સમયથી આ ચોકડી પર ખાસ કરીને સવારે અને સાંજના પીક અવર્સમાં ભારે વાહનો, ટ્રકો, ખાનગી વાહનો તથા બસોના કારણે કલાકો સુધી જામની સ્થિતિ સર્જાતી હોવાથી સ્થાનિક લોકો, વેપારીઓ તથા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. જેને લઈને ટ્રાફિક ની સમસ્યા હલ થાય તે માટે તેમણે જરૂરી સુચનો કર્યા હતા.

