Gujarat News/ રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયામાં ક્રાંતિ: BBPS દ્વારા રૂ. 18.05 લાખથી વધુનો ચલણ દંડ ઓનલાઇન ભરાયો..!

રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયામાં ક્રાંતિ: BBPS દ્વારા રૂ. 18.05 લાખથી વધુ રકમનો ચલણ દંડ ઓનલાઇન ભરાયો…એપ્લિકેશન મારફત વાહન ચાલકો…

Gujarat Trending

Gujarat News: રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ ભરવાની પ્રક્રિયામાં ક્રાંતિ: BBPS દ્વારા રૂ. 18.05 લાખથી વધુ રકમનો ચલણ દંડ ઓનલાઇન સરળ પ્રક્રિયા મારફતે ભરવામાં આવ્યો.

રાજ્ય (Gujarat)માં ટ્રાફિક નિયમ ભંગ (Traffic violation)ના ઇ-ચલણ પેટે દંડ (E-challan fine)ની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે (Gujarat Police) એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય (Vikas Sahay)ના માર્ગદર્શન હેઠળ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ભારતીય સ્ટેટ બેંક (SBI) સાથેના MoU અંતર્ગત ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) મારફતે દંડની ઓનલાઇન ચુકવણીની સુવિધા શરૂ કરવામાં આવી છે.

ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો એપ્લિકેશન મારફત સીધી ચુકવણીની સુવિધા શરૂ

90 દિવસ પછી ચલણ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જાય છે, ચલણ કોર્ટમાં જાય તે પહેલાં BBPS જેવી સરળ ઓનલાઇન સુવિધાઓનો ઉપયોગ કરીને દંડ ભરી દેવા વિનંતી

આ નવી સુવિધા શરૂ થયા બાદ નાગરિકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 1લી ઓક્ટોબરથી 24 નવેમ્બર, 2025 સુધીના સમયગાળામાં રૂ. 18.05 લાખથી વધુ રકમનો ચલણ દંડ ઓનલાઇન આ સરળ પ્રક્રિયા મારફતે ભરવામાં આવ્યો છે. BBPS મારફતે ચુકવણીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

અગાઉ વર્ષ ૨૦૨૩થી “One Nation One Challan” એપ્લિકેશન દ્વારા નેટ બેંકિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, UPI અને PoS મારફત દંડ ભરવાની સુવિધા હતી. હવે તેમાં વધારો કરીને ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો (YONO) એપ્લિકેશન મારફત વાહન ચાલકો સીધે-સીધી દંડની રકમ ભરપાઇ કરી શકે છે.

ચુકવણી કરવા માટે, એપ્લિકેશન પર જઈને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગુજરાત ઓપ્શન પસંદ કરીને પેમેન્ટ કરવાનું રહેશે. આ પગલું “ડિજિટલ ગુજરાત”ના લક્ષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે, જે દંડની વસૂલી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારશે.

ગુજરાત પોલીસની જાહેર જનતાને અપીલ

ગુજરાત પોલીસ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા નાગરિકોને ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે કે:

બાકી દંડની રકમ તાત્કાલિક ભરી દો: વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણનો બાકી દંડ ભરવા માટે ફોન-પે (PhonePe), ગુગલ-પે (Google Pay), અને યોનો (YONO) જેવી BBPS સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી છે.

90 દિવસની સમય મર્યાદાનું ધ્યાન રાખો: આ સરળ પ્રક્રિયા દ્વારા માત્ર છેલ્લા 90 દિવસમાં ઇસ્યુ થયેલા ઇ-ચલણનો દંડ ભરી શકાશે.

કોર્ટની કાર્યવાહીથી બચો: 90 દિવસ પછી ચલણ વર્ચ્યુઅલ કોર્ટ (Virtual Court) માં ટ્રાન્સફર થઈ જાય છે, જેના કારણે ચુકવણીની પ્રક્રિયા વધુ જટિલ બની જાય છે. તેથી, ચલણ કોર્ટમાં જાય તે પહેલાં BBPS જેવી સરળ ઓનલાઇન સુવિધાઓનો ઉપયોગ કરીને દંડ ભરી દેવા વિનંતી છે.

આ સુવિધા વાહનચાલકોને સહેલાઈથી દંડની રકમ ભરવાની સુવિધા પૂરી પાડે છે અને ટ્રાફિક નિયમોના અમલને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદરૂપ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સીટ બેલ્ટ પહેર્યો ન હોવાથી 1,000 ની લાંચ લેતા ટ્રાફિક કોન્સ્ટેબલ ઝડપાયો

આ પણ વાંચો: વડોદરામાં નશામાં ધૂત નબીરાની હરકત, યુવતીને ટક્કર બાદ ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી

આ પણ વાંચો: હિંમતનગરમાં યોજાયેલ નવરાત્રિ મહોત્સવમાં ટ્રાફિક જામ, આયોજકોની ગંભીર બેદરકારી આવી સામે