Not Set/ ટ્રમ્પ સરકાર કરાવશે 3000 વિદેશી બાળકોનો DNAએ ટેસ્ટ

વોશિંગ્ટન અમેરીકાના અધિકારીઓ મેક્સિકો બોર્ડર પર શરણાર્થીઓથી અલગ કરવામાં આવેલા બાળકોને તેમના પરિવાર સાથે મેળવવા માટે ડીએનએ ટેસ્ટનો સહારો લેશે. જેની મદદથી અંદાજિત ૩૦૦૦ બાળકોને તેમના માતા-પિતા સાથે મળાવવામાં આવશે. અમેરીકાના હેલ્થ મિનિસ્ટર એલેક્સ અજારે જણાવ્યુ કે, આ ટેસ્ટ એટલા માટે જરુરી છે જેથી કોર્ટ નક્કી કરેલી સમયમર્યાદામાં જ બાળકોને તેમના પરિવાર સાથે મેળવી શકે. […]

Top Stories World Trending

વોશિંગ્ટન

અમેરીકાના અધિકારીઓ મેક્સિકો બોર્ડર પર શરણાર્થીઓથી અલગ કરવામાં આવેલા બાળકોને તેમના પરિવાર સાથે મેળવવા માટે ડીએનએ ટેસ્ટનો સહારો લેશે.

જેની મદદથી અંદાજિત ૩૦૦૦ બાળકોને તેમના માતા-પિતા સાથે મળાવવામાં આવશે. અમેરીકાના હેલ્થ મિનિસ્ટર એલેક્સ અજારે જણાવ્યુ કે, આ ટેસ્ટ એટલા માટે જરુરી છે જેથી કોર્ટ નક્કી કરેલી સમયમર્યાદામાં જ બાળકોને તેમના પરિવાર સાથે મેળવી શકે.

કોર્ટે નક્કી કરેલી તારીખ અનુસાર, ૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને માતા-પિતા સાથે ૧૦ જુલાઈ સુધી અને ૫થી ૧૭ વર્ષના બાળકોને ૨૬ જુલાઈ સુધી મેળવશે.

સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ સામાજિક કાર્યકર્તાઓએ આશંકા વ્યક્ત કરી છે કે, અમેરિકાની સરકાર ડીએનએનો અન્ય કામોમાં પણ ઉપયોગ કરી શકે છે. વળી, ટીકાકારોનું કહેવુ છે કે ડીએનએ ટેસ્ટના હિસાબે બાળકોની ઉંમર ઓછી છે. સ્વાસ્થ્ય મંત્રી અજારની પર્સનલ એજન્સી અહીં ઈમિગ્રન્ટ્‌સ માટે શિબિર ચલાવે છે.

અજારના જણાવ્યા મુજબ, ડિટેન્શનમાં રાખેલા બાળકોમાં અંદાજિત ૧૦૦ એવા બાળકો છે જેઓની ઉંમર ૫ વર્ષથી ઓછી છે. અજારના જણાવ્યા મુજબ, એજન્સીની પારંપરિક રીત જેમાં બાળકોના બર્થ રેકોર્ડની મદદ લેવામાં આવે છે, તે અત્યંત ધીમી પ્રક્રિયા છે.

એવામાં કોર્ટના આદેશ પૂર્ણ કરવા માટે સામાન્ય નિરીક્ષણ પ્રક્રિયાને વધુ નાની કરવી જરુરી છે. તેઓએ જણાવ્યુ કે, સ્વાસ્થ્ય વિભાગની દેખરેખમાં જે ૧૧૮૦૦ બાળકો છે તેમાંથી ત્રણ હજારથી પણ ઓછા બાળકો પોતાના પરિવારોથી અલગ થયા છે.